એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ટીમે પંજાબ રાજ્યસભા સાંસદ અશોક કુમાર મિત્તલના ઘરે દરોડા પાડ્યા. બુધવારે સવારે, ઈડીની ટીમોએ જલંધર અને ફગવાડામાં તેમના ઘર, સંસ્થાઓ અને વ્યવસાયિક પરિસરમાં એક સાથે દરોડા પાડ્યા. સવારે ૯ વાગ્યાની આસપાસ શરૂ થયેલા આ ઓપરેશનમાં, દિલ્હીથી ઈડ્ઢની ટીમોએ અનેક સ્થળોને ઘેરી લીધા. મિત્તલના નિવાસસ્થાનની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી, જ્યારે અંદર, અધિકારીઓ દસ્તાવેજા અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરી
ઈડી ટીમો એલપીયુ સહિત લવલી ગ્રુપ સાથે સંકળાયેલા અનેક મથકો સુધી પહોંચી છે. અહેવાલો અનુસાર, લવલી ઓટો, લવલી સ્વીટ્સ અને લવલી ડિસ્ટન્સ એજ્યુકેશન સેન્ટરની પણ તપાસ ચાલી રહી છે. વધુમાં, મિત્તલ પરિવાર સાથે સંકળાયેલા રહેણાંક અને વ્યવસાયિક જગ્યાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઈડી ટીમો તેમના સંબંધીઓના નિવાસસ્થાનો પર દસ્તાવેજાની પણ તપાસ કરી રહી છે.સાંસદ અને તેમના પુત્રના ગુરુગ્રામ અને પંજાબમાં પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા. અશોક મિત્તલ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ચલાવે છે, જ્યાં કેટલીક નાણાકીય ગેરરીતિઓ મળી આવી હતી.
૬૧ વર્ષીય મિત્તલ એક ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ છે જે લવલી ગ્રુપનું નેતૃત્વ કરે છે. તેમને તાજેતરમાં રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાર્ટીએ રાઘવ ચઢ્ઢાના સ્થાને અશોક મિત્તલને આ પદ પર નિયુક્ત કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના કથિત ઉલ્લંઘનના સંદર્ભમાં કરવામાં આવી રહી છે. ઈડી અધિકારીઓ ખાસ કરીને નાણાકીય વ્યવહારો અને વિદેશી ભંડોળ સંબંધિત દસ્તાવેજા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આપએ તાજેતરમાં સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી દૂર કર્યા હતા અને અશોક મિત્તલને તેના ઉપનેતા તરીકે નિયુક્ત કર્યા હતા. આ નિર્ણયના થોડા દિવસો પછી જ આવી રહેલી ઈડ્ઢ ની આ કાર્યવાહી ઘણી રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મુખ્યમંત્રી ભગવંત માનએ આ દરોડા પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું. મુખ્યમંત્રીએ લખ્યું, “ભાજપે પંજાબ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે… આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલના ઘર અને યુનિવર્સિટી પર ઈડીના દરોડા… લાક્ષણિક મોદી શૈલી… અમે એવા પાંદડા નથી કે જે ડાળી પરથી ખરી પડે, તોફાનોને તેમની મર્યાદામાં રહેવાનું કહીએ.”
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ ટવીટર પર લખ્યું, “મોદીએ પંજાબમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ પંજાબના લોકો આ સહન કરશે નહીં. અમે ભાજપને યોગ્ય જવાબ આપીશું.”








































