ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન એન્ટોનિયો તૈઆની દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇટાલીની મુલાકાત લેવાનું આમંત્રણ મોકલ્યું છે. પીએમ મોદીએ પણ આમંત્રણ સ્વીકાર્યું છે અને કહ્યું છે કે તેઓ ચોક્કસપણે ઇટાલીની મુલાકાત લેશે.ઈટાલીના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન એન્ટોનિયો તૈઆનીએ ગુરુવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જણાવ્યું  હતું કે તેમણે તેમના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોની વતી વડા પ્રધાન મોદીને ઇટાલીની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે, અને પીએમ મોદીએ હા પાડી છે. તૈઆનીના મતે, મોદી ૨૦૨૬ માં ઇટાલીની મુલાકાત લેશે.તૈઆનીએ જણાવ્યું કે મોદી સાથેની તેમની મુલાકાત અત્યંત સકારાત્મક રહી. બંને નેતાઓએ મજબૂત ભારત-ઇટાલી સંબંધો,આઇએમઇસી (ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર), ઔદ્યોગિક સહયોગ અને શાંતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી.તાયનીએ જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષના સમાધાન તરફ રશિયાને આગળ ધપાવવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે, અને આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવો જરૂરી છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની ક્્યારે ભારતની મુલાકાત લેશે તે પૂછવામાં આવતા, તાયનીએ કહ્યું કે તારીખ હજુ સુધી નક્કી થઈ નથી, ફક્ત એટલું જ કે તે ૨૦૨૬ માં કોઈક સમયે હશે.