હિઝબોલ્લાહે ઉત્તરી ઇઝરાયેલમાં એર ટ્રાફિક કંટ્રોલ બેઝ પર હુમલો કરતા ઇઝરાયેલ વધુ ઉગ્ર બન્યું છે. ઇઝરાયેલી સૈન્યએ રવિવારે કહ્યું, ઇરાન સમર્થિત ઉગ્રવાદી જૂથને “બીજા યુદ્ધ” ની ચેતવણી આપી. લેબનોન સાથેની સરહદ પર લડાઈ એવા સમયે વધી છે જ્યારે ઈઝરાયેલ ગાઝામાં હમાસના ઉગ્રવાદીઓ સામે લડી રહ્યું છે. આ સ્થિતિને જાતાં અમેરિકા દ્વારા તાત્કાલિક રાજદ્વારી પગલાં લેવાની જરૂરિયાત વધી છે અને તે પણ એવા સમયે જ્યારે સેક્રેટરી આૅફ સ્ટેટ એન્ટની બ્લિકન પશ્ચિમ એશિયાની મુલાકાતે ઇઝરાયલ જવાની તૈયારી કરી રહ્યા છે.
બ્લિકને કતારમાં મંત્રણા પછી પત્રકારોને જણાવ્યું કે “આ એક સંઘર્ષ છે જે સરળતાથી વધી શકે છે, તેનાથી પણ વધુ અસુરક્ષા અને પીડા પેદા કરી શકે છે,” ઇઝરાયેલ અને હિઝબોલ્લા વચ્ચે સીમા પારની લડાઇએ પ્રાદેશિક સંઘર્ષને રોકવા માટેના યુએસ પ્રયાસોને જટિલ બનાવ્યા છે. એક બાજુ વિશ્વના દેશો યુદ્ધ રોકવા પ્રયાસ કરી રહ્યા છે જ્યારે આ યુદ્ધ દિવસને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે.
હિઝબુલ્લાહે માઉન્ટ મેરોન પરના સંવેદનશીલ એર ટ્રાફિક કંટ્રોલ બેઝ પર હુમલો કર્યો હતો, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમને હિટ કરવામાં આવી ન હતી, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોઈ સૈનિકો ઘાયલ થયા નથી અને તમામ ક્ષતિગ્રસ્ત વસ્તુઓનું સમારકામ કરવામાં આવશે. ગાઝામાં ઇઝરાયલના યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલો સૌથી ગંભીર હુમલો છે.
હિઝબુલ્લાએ ગયા અઠવાડિયે બેરૂતમાં તેના ગઢમાં હમાસના ટોચના નેતાની લક્ષ્યાંકિત હત્યા માટે તેના રોકેટ હુમલાને “પ્રારંભિક પ્રતિક્રિયા” તરીકે વર્ણવ્યું હતું. એવું માનવામાં આવે છે કે હમાસ નેતાની હત્યા ઇઝરાયેલ દ્વારા કરવામાં આવી હતી.
ઇઝરાયેલના આર્મી ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ કર્નલ હરઝી હલેવીએ જણાવ્યું હતું કે હમાસના સહયોગી હિઝબુલ્લા પર લશ્કરી દબાણ વધી રહ્યું છે. આ યુદ્ધ અસરકારક રહેશે અથવા ‘અમે બીજા યુદ્ધ તરફ આગળ વધીશું.’ કતાર સરકારે બ્લિકન સાથે સંયુક્ત સમાચાર પરિષદમાં જણાવ્યું હતું કે લેબનોનમાં હમાસના વરિષ્ઠ નેતાની હત્યા ગાઝામાં હમાસની પકડમાંથી વધુ બંધકોની સંભવિત મુક્તિ માટે જટિલ વાટાઘાટોને ઢાંકી શકે છે.