લેબનોનમાં ઈઝરાયેલી સેનાના ઘાતક હુમલામાં ૫૦૦ લોકોના મોત બાદ હિઝબુલ્લાહ સાથેનું યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ઇઝરાયેલી સૈન્યએ આજે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબેનોનમાં રાતોરાત હિઝબુલ્લાહના ડઝનેક લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલે દાયકાઓથી હવાઈ હુમલાઓ સાથે લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા છે. સાથે જ હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલ પર ઘાતક વળતો હુમલો કર્યો. હિઝબોલ્લાહે જણાવ્યું હતું કે આજે સવારે તેણે ફાદી શ્રેણીના રોકેટ વડે ઇઝરાયેલની અંદર ૬૦ કિમી (૩૭ માઇલ) અંદર વિસ્ફોટકોની ફેક્ટરી સહિત અનેક ઇઝરાયેલી લશ્કરી લક્ષ્યોને ત્રાટક્યા હતા.
હિઝબુલ્લાના જણાવ્યા અનુસાર, તેણે આ હુમલો સવારે લગભગ ૪ વાગે કર્યો હતો. આ સમય દરમિયાન, ઇઝરાયેલની વિસ્ફોટક ફેક્ટરી અને મેગિદ્દો એરફિલ્ડ પર આખી રાત અલગ-અલગ ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો હતો. હિઝબુલ્લાહના વળતા હુમલાને જાતા ઈઝરાયેલમાં ૩૦ સપ્ટેમ્બર સુધી ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. તેની દક્ષિણ સરહદે ગાઝામાં હમાસ સામે લગભગ એક વર્ષ ચાલેલા યુદ્ધ પછી, ઇઝરાયલે હવે તેનું ધ્યાન ઉત્તરીય સરહદ પર ફેરવ્યું છે. હિઝબુલ્લાહ હમાસના સમર્થનમાં આ વિસ્તારોમાં રોકેટ ફાયર કરી રહ્યું છે, જેને ઈરાનનો પણ ટેકો છે.
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે આતંકવાદી સેલ હિઝબુલ્લાહ પર આર્ટિલરી અને ટેન્ક વડે દક્ષિણ લેબનોન હિઝબુલ્લાહ સ્થાનોને નિશાન બનાવ્યા હતા. ઉત્તર ઇઝરાયેલની પોલીસે જણાવ્યું કે હિઝબુલ્લાએ જવાબમાં સેંકડો રોકેટ છોડ્યા. વિવિધ વિસ્તારોમાં ઇન્ટરસેપ્ટર મિસાઇલોના ટુકડા મળી આવ્યા હતા. લેબનીઝ અધિકારીઓએ જણાવ્યું હતું કે લેબનોન પર સોમવારે ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ ૫૦૦ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકોએ સલામત આશ્રયસ્થાનની શોધમાં ભાગવું પડ્યું હતું.
લેબનોન પર ઈઝરાયેલની સેનાના હુમલાથી હિઝબોલ્લા નારાજ છે. તે ઈઝરાયેલ પર ઉગ્ર વળતો હુમલો કરી રહ્યો છે. હવે હિઝબુલ્લાએ ઇઝરાયેલી સેના સામે લડવા માટે સમગ્ર દક્ષિણ લેબનોનને યુદ્ધ ક્ષેત્રમાં ફેરવી દીધું છે. એક રીતે, હિઝબુલ્લાએ દક્ષિણ લેબનોનના દરેક ઘરને લોÂન્ચંગ પેડમાં ફેરવી દીધું છે. દક્ષિણ લેબનોનમાં એક ઘરમાંથી રાખવામાં આવેલી મિસાઈલની તસવીરો આ વાતની સાક્ષી છે. આ તસવીરો તમને પણ ચોંકાવી દેશે.
ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે ટ્વીવટર પર એક પોસ્ટમાં હિઝબુલ્લાહની તૈયારી બતાવી છે. આમાં લાંબા અંતરની મિસાઈલ ઘરમાં છુપાયેલી જાઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે શÂક્તશાળી ઇઝરાયલી સેના સામે લડવા માટે હિઝબુલ્લાએ લેબનીઝના ઘરોમાં આવી મિસાઇલો અને રોકેટ છુપાવ્યા છે.ઈઝરાયેલી સેનાએ લખ્યું છે કે આ તસવીરો દર્શાવે છે કે હિઝબુલ્લાહ જાણીજાઈને દક્ષિણ લેબેનોનના રહેણાંક વિસ્તારોનો લોન્ચીગ પેડ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તસ્વીરમાં તમે લાંબા અંતરની હિઝબુલ્લાહ મિસાઈલને નાગરિક ઈમારતની અંદર મુકેલી જાઈ શકો છો. હિઝબોલ્લાહ જાણીજાઈને તેના લશ્કરી માળખાને નાગરિક વિસ્તારોમાં રાખી રહ્યું છે. જેથી તે તેમને ઢાલ તરીકે ઉપયોગ કરી શકે.
ઇઝરાયેલે સોમવારે લેબનોન પર એવો ભયાનક હુમલો કર્યો કે અત્યાર સુધીમાં ૪૯૨ લોકો માર્યા ગયા છે. જ્યારે ૧૬૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. ઈઝરાયલી સેનાના આ હુમલા બાદ હિઝબુલ્લાહ પરેશાન થઈ ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલ પર ૨૫૦થી વધુ રોકેટ વડે હુમલો કર્યો છે. જાકે, ઈઝરાયેલે આયર્ન ડોમથી તેમાંથી મોટાભાગનાને માર્યા હોવાનો દાવો કર્યો છે. હવે ઈઝરાયેલની સેના પણ દરેક ઘરનો લોÂન્ચંગ પેડ તરીકે ઉપયોગ કરવાની હિઝબુલ્લાહની તૈયારીઓ જાઈને દંગ રહી ગઈ છે.