ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષથી શરૂ થયેલો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ હજુ પણ ચાલુ છે. ઈઝરાયેલ હવે ઘણા મોરચે લડી રહ્યું છે. પહેલા હુથી બળવાખોરો દ્વારા હુમલા અને હવે હિઝબોલ્લાહ લડવૈયાઓ સાથે હિંસક અથડામણ. આ સંઘર્ષમાં ઈરાન પણ જાડાઈ ગયું છે. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસના હુમલાથી શરૂ થયેલું યુદ્ધ હવે લેબનોન, ઈરાન અને પશ્ચિમ એશિયાના ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગયું છે.
મધ્ય ગાઝામાં એક મસ્જીદ પર થયેલા હુમલામાં મૃતકોની સંખ્યા વધીને ૨૧ થઈ ગઈ છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. ઘણા વિસ્થાપિત લોકો આ સ્થળે આશરો લઈ રહ્યા હતા. આરોપ છે કે ઈઝરાયેલના ફાઈટર પ્લેન્સે મસ્જીદ પર બોમ્બ ફેંક્યા હતા.
ઇઝરાયેલની સેનાને એવી બાતમી મળી છે કે હમાસના લડવૈયાઓ એકઠા થઇ રહ્યા છે અને ઇઝરાયેલ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઇઝરાયેલની સેનાએ ગાઝાના જબાલિયામાં ગ્રાઉન્ડ રેઇડ અભિયાન શરૂ કર્યું છે. ઇઝરાયેલની સેનાએ જબાલિયામાં હમાસના કેટલાય સ્થાનો પર હુમલો કર્યો છે. રવિવારે લેબનોનથી ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ ઈઝરાયેલની સેનાએ આ હુમલાને નિષ્ફળ બનાવી મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી. હુમલામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
અમેરિકામાં ઈઝરાયેલ વિરોધી વિરોધ દરમિયાન એક પત્રકારે પોતાના હાથને આગ લગાડી. પત્રકારની ઓળખ સેમ્યુઅલ મેના તરીકે થઈ છે. ઘટના બાદ તરત જ વિરોધ પ્રદર્શનમાં હાજર લોકોએ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો અને પત્રકારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ઈઝરાયેલના હુમલામાં ઈરાનના કુદ્સ ફોર્સના વડાના મોતની આશંકા છે. વાસ્તવમાં, કુદ્સ ફોર્સ કમાન્ડર ઈસ્માઈલ કાની ગયા અઠવાડિયે બેરૂતમાં જાવા મળ્યો હતો, તે ઈઝરાયેલ હુમલામાં હિઝબુલ્લાહને મદદ કરવાના ઉદ્દેશ્યથી બેરૂત ગયો હતો, પરંતુ હવે તેના વિશે કોઈ માહિતી નથી. ઈઝરાયેલના હુમલામાં કુદ્સ ફોર્સના ચીફ માર્યા ગયા હોવાની ચર્ચા છે. ઈરાન તરફથી પણ આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારોમાં ડ્રોન અને રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ત્યારબાદ વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા અને લોકો બંકરોમાં છુપાઈ ગયા.
ઇઝરાયેલ-હમાસ હિંસક સંઘર્ષના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ એક સંદેશ જારી કર્યો હતો. તેણે ટ્વીટર પર જાહેર કરેલા એક વીડિયોમાં ઈઝરાયેલના બંધકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ૭ ઓક્ટોબરના હુમલાએ આત્માઓને હચમચાવી દીધા છે. આ દિવસે આપણે નિર્દયતાથી માર્યા ગયેલા અને જાતીય હિંસા સહિત અકલ્પનીય હિંસા સહન કરનારા તમામ લોકોને યાદ કરીએ છીએ. તમામ બંધકોને મુક્ત કરવા ઉપરાંત, ગુટેરેસે હમાસને અપીલ કરી છે કે તેઓ રેડ ક્રોસની આંતરરાષ્ટÙીય સમિતિને બંધકોને મળવા દે.