ઇઝરાયલ વાયુસેનાએ ગાઝામાં ૧૨૦૦ થી વધુ હમાસ આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હુમલો કર્યો છે. આમાં હમાસ આતંકવાદીઓની ઘણી સુરંગોનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓ ૩૫૦ થી વધુ લડાકુ વિમાનો અને વિમાનો દ્વારા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલામાં હમાસના ૧૫ ટોચના આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે ૧૦૦ થી વધુ લોકોએ આત્મસમર્પણ કર્યું છે. આ બધા ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ઇઝરાયલ પર હુમલો કરવા બદલ દોષિત હતા.
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે હમાસ સાથે ગાઝા યુદ્ધવિરામ તૂટી ગયા બાદ ૧૮ માર્ચે હુમલો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં ૧૦૦ આતંકવાદી ઠેકાણાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ સાથે, ગાઝામાં સેંકડો આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોના લશ્કરી કમાન્ડરોને તટસ્થ કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ૧૫ કંપની કમાન્ડર અને અન્ય આતંકવાદીઓનો સમાવેશ થાય છે જેઓ ૭ ઓક્ટોબરના રોજ ઇઝરાયલી પ્રદેશમાં ઘૂસણખોરી કરી હતી. ૈંડ્ઢહ્લ એ કહ્યું કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં તે હમાસ સામે કાર્યવાહી ચાલુ રાખશે.
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ગાઝા પટ્ટી, લેબનોન અને સીરિયાના કહેવાતા સુરક્ષા ઝોનમાં સૈનિકો અનિશ્ચિત સમય માટે રહેશે. ઇઝરાયલ કાત્ઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પહેલાની જેમ, (ઇઝરાયલી સેના) ખાલી કરાયેલા અને કબજા હેઠળના વિસ્તારોમાંથી પાછા નહીં હટે.” તેમણે કહ્યું, “લેબનોન અને સીરિયાની જેમ, કોઈપણ અસ્થાયી કે કાયમી પરિÂસ્થતિમાં ગાઝામાં દુશ્મન અને (ઇઝરાયલી) સમુદાયો વચ્ચે સુરક્ષા પૂરી પાડવા માટે સેના ઢાલ તરીકે સુરક્ષા ક્ષેત્રમાં રહેશે.”
ગયા મહિને ઇઝરાયલે યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી, હમાસ પર બંધકોને મુક્ત કરવા દબાણ કરવા માટે ઇઝરાયલી દળોએ તાજેતરના અઠવાડિયામાં ગાઝાના મોટા વિસ્તારો પર કબજા કર્યો છે. ગયા વર્ષે હિઝબુલ્લાહ જૂથ સાથે યુદ્ધવિરામ બાદ ઇઝરાયલે લેબનોનના કેટલાક વિસ્તારોમાંથી પીછેહઠ કરવાનો પણ ઇનકાર કર્યો હતો અને રાષ્ટÙપતિ બશર અલ-અસદને પદભ્રષ્ટ કર્યા બાદ દક્ષિણ સીરિયામાં એક બફર ઝોન પર કબજા કર્યો હતો. ઇઝરાયલ કહે છે કે તે હમાસના ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના હુમલાનું પુનરાવર્તન અટકાવવા માટે આવા વિસ્તારો પર નિયંત્રણ જાળવી રાખશે. આ હુમલામાં, હજારો આતંકવાદીઓ ગાઝાથી દક્ષિણ ઇઝરાયલમાં ઘૂસી ગયા હતા.