પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્તચર માહિતી આધારિત ત્રણ અલગ-અલગ કાર્યવાહીમાં આતંકવાદી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલા નવ આતંકવાદીઓ માર્યા ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના કોઈ બારા વિસ્તારમાં તાલિબાન બળવાખોરો હાજર હોવાની માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ એન્કાઉન્ટરમાં ૯ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે મેજર રેન્કના અધિકારી સહિત ચાર સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નવેમ્બર ૨૦૨૨ માં સરકાર અને ટીટીપી વચ્ચેનો યુદ્ધવિરામ કરાર તૂટી ગયો ત્યારથી, પાકિસ્તાનમાં, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં બળવાખોરીની ઘટનાઓમાં વધારો થયો છે.
ઇઝરાયલે ગાઝા પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. ૨૪ કલાકના સમયગાળામાં ઇઝરાયલી હુમલાઓમાં બે બાળકો સહિત ઓછામાં ઓછા ૩૮ લોકો માર્યા ગયા. ઉત્તરી ગાઝાની હોસ્પિટલો હવે પહોંચની બહાર છે, સતત બીજા દિવસે કોઈ ડેટા ઉપલબ્ધ નથી. શુક્રવારે ઇઝરાયલી હુમલામાં એક સ્થાનિક ડાક્ટરે પોતાના ૧૦ બાળકોમાંથી નવ બાળકો ગુમાવ્યા. ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે માર્ચમાં ઇઝરાયલે યુદ્ધવિરામનો અંત લાવ્યો અને હુમલાઓ વધારી દીધા ત્યારથી આ વિસ્તારમાં ૩,૭૮૫ લોકો માર્યા ગયા છે. ઇઝરાયલે લગભગ અઢી મહિનાથી આ પ્રદેશમાં ખાદ્ય પદાર્થો, દવા અને બળતણના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્્યો છે.
ગાઝામાં ઇઝરાયલી હુમલામાં એક ડોક્ટર દંપતીના ૧૦ માંથી ૯ બાળકો માર્યા ગયા. આ હુમલામાં બાળકોના પિતા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલમાં તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલો ખાન યુનિસમાં એક ડોક્ટરના ઘરે થયો હતો. હુમલામાં બચી ગયેલું એક બાળક પણ ઘાયલ થયું છે અને તેની હોÂસ્પટલમાં સારવાર ચાલી રહી છે. હુમલા સમયે બાળકોની માતા ઘરે હાજર ન હતી, તેથી તે આ હુમલામાં બચી ગઈ.