ઈરાનના તેલ અવીવ પર હુમલા પછી, ઇઝરાયલી વાયુસેનાએ તેહરાનમાં વિનાશ મચાવ્યો છે સુત્રોના જણાવ્યા અનુસાર ડઝનેક ઇઝરાયલી વાયુસેનાના વિમાનોએ રાતોરાત તેહરાનમાં હવાઈ હુમલા કર્યા. આમાં, ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવામાં આવી હતી. ઇઝરાયલી વાયુસેનાના વડા ટોમર બારના જણાવ્યા અનુસાર, યુદ્ધ શરૂ થયા પછી પહેલીવાર, વાયુસેનાના વિમાનોએ ઈરાનની સરહદમાં ૧૫૦૦ કિમી અંદર જઈને ચોક્કસ હુમલા કર્યા.ઈરાની સેનાએ ઉત્તરપશ્ચિમમાં એક મિશન પર ઇઝરાયલી ડ્રોનને તોડી પાડ્યું. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇસ્લામિક લડવૈયાઓએ જણાવ્યું હતું કે આ જાસૂસી ડ્રોન જાસૂસી મિશન પર ઈરાની હવાઈ ક્ષેત્ર પ્રવેશ્યું હતું.
ઈરાન ઈઝરાયલ પર ઝડપથી હુમલો કરી રહ્યું છે આ ડ્રોન હુમલાઓને સતત નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને અરવા પ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ કાંઠાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બંને વિસ્તારોમાં સાયરન સતત વાગી રહ્યા છે. ઈરાન ઈઝરાયલના હાઈફા વિસ્તાર પર પણ હુમલો કરી રહ્યું છે. ઈરાને હાઈફા પર બેલિસ્ટીક મિસાઈલ ફાયર કરી છે.ઈરાન ઈઝરાયલ પર ઝડપથી હુમલો કરી રહ્યું છે. ઈરાને ઈઝરાયલ પર ૭ રાઉન્ડ મિસાઈલ ફાયર કર્યા. આ સાથે, આગામી કેટલાક કલાકો સુધી ઈરાન દ્વારા ઈઝરાયલ પર સતત મિસાઈલ ફાયર કરવામાં આવશે.
ઈરાન હવે ઈઝરાયલ પર કોઈ દયા બતાવી રહ્યું નથી. ઈરાન તેલ અવીવથી જેરુસલેમ પર મિસાઈલ છોડી રહ્યું છે. ઈરાને ઈઝરાયલમાં જેરુસલેમ પર હુમલો કર્યો છે. જેરુસલેમમાં ઘણી જગ્યાએ વિસ્ફોટોના સમાચાર સામે આવ્યા છે. ઈરાનના હુમલામાં ઈઝરાયલને મોટું નુકસાન થયું છે. ૨ લોકોના મોત અને ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો છે. આ હુમલામાં ૧ ઈઝરાયલીનું મોત થયું છે. તે જ સમયે, ૧૯ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી પોલીસના જણાવ્યા અનુસાર, ઈરાની હુમલાના પ્રથમ અહેવાલમાં ઈઝરાયલી શહેર રામત ગાનમાં એક મહિલાનું મોત થયું છે. ઈરાન સતત ઈઝરાયલ પર હુમલો કરી રહ્યું છે. ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ છોડ્યા છે. આ કારણે ઘણા શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણી જારી કરવામાં આવી છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. દરમિયાન, ઈરાને ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાને કડક ચેતવણી આપી છે. ઈરાને આ દેશોને કહ્યું છે કે તે ઈઝરાયલને ટેકો આપનારાઓને પણ છોડશે નહીં. ઈરાને કહ્યું, અમે ઈઝરાયલ અને ઈઝરાયલ પર ઈરાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં ભાગ લેનારા કોઈપણ દેશ પર ખૂબ મોટા પાયે હુમલા કરીશું. ઈરાની સેના સાથી દેશોના તમામ પ્રાદેશિક ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કરશે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઈરાનના હુમલાના જવાબમાં, ઈઝરાયલે હવે તેહરાન પર ડ્રોનથી હુમલો કર્યો છે.આજે સવારે ઈરાનની રાજધાનીના મેહરાબાદ એરપોર્ટ પરથી આગ અને ભારે ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક મીડિયાએ આ વિસ્તારમાં વિસ્ફોટની જાણ કરી હતી. સ્થાનિક ૈંન્યૂઝ એજન્સીએ પશ્ચિમ તેહરાનના એરપોર્ટ વિસ્તારમાંથી ભારે ધુમાડો નીકળતો દર્શાવતો એક વીડિયો શેર કર્યો હતો, જ્યારે મેહર ન્યૂઝ એજન્સીએ ત્યાં વિસ્ફોટની જાણ કરી હતી.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે લડાઈ વધુ તીવ્ર બની છે. ઈઝરાયલના ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ના જવાબમાં, ઈરાને ઓપરેશન ‘ પ્રોમિસ ૩’ પણ શરૂ કર્યું છે. આ અંતર્ગત, તેણે મોડી રાત્રે તેલ અવીવ અને જેરુસલેમ પર મોટો મિસાઈલ હુમલો કર્યો. એટલું જ નહીં, લેબનોન અને જાર્ડનથી પણ ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો છે. આ પછી, ઇઝરાયલે ફરીથી ઇરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા. ગુરુવારે વહેલી સવારે ઇઝરાયલી સંરક્ષણ દળે ઇરાનના લશ્કરી અને પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જેમાં ઇરાનને ભારે નુકસાન થયું છે. ઇરાનમાં ૭૮ લોકો માર્યા ગયા છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયલી લડાકુ વિમાનોએ રાત્રે તેહરાન સહિત ઈરાનમાં ઘણા સ્થળોને નિશાન બનાવ્યા. અત્યાર સુધીમાં ઇઝરાયલી હુમલામાં ૭૮ લોકો માર્યા ગયા છે અને ૩૫૦ થી વધુ ઘાયલ થયા છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે અમારી લડાઈ ઈરાની લોકો સામે નહીં પણ ઇસ્લામિક શાસન સામે છે. તે જ સમયે, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ ઇઝરાયલનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયલી હુમલા બાદ, શુક્રવારે ઇરાને પણ બદલો લીધો અને ઇઝરાયલ પર ડઝનબંધ બેલિસ્ટીક મિસાઇલો છોડી. જેના કારણે જેરૂસલેમ અને તેલ અવીવના આકાશમાં અનેક વિસ્ફોટ થયા. શનિવારે સવારે, જેરૂસલેમના આકાશમાં ફરી સાયરન અને વિસ્ફોટોના અવાજા સંભળાયા. ઇઝરાયલના લોકોમાં ભયનું વાતાવરણ હતું. ઇઝરાયલી વાયુસેનાના ફાઇટર જેટ્સે ઇરાનના ઇસ્ફહાન ક્ષેત્રમાં એક પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યો છે. ઇઝરાયલી ફાઇટર જેટ્સે આ હુમલો પૂર્ણ કર્યો છે. અલ જઝીરાને ટાંકીને આ માહિતી પ્રકાશમાં આવી છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એ કહ્યું કે અમે દિવસમાં એક જ વાત ઘણી વખત ટીવટ કરવા માંગતા નથી, પરંતુ લાખો ઇઝરાયલીઓ આશ્રય માટે ભાગી રહ્યા છે, કારણ કે ઇરાન ઇઝરાયલ પર વધુ બેલિસ્ટીક મિસાઇલો છોડી રહ્યું છે. ઇઝરાયલી વાયુસેનાએ કહ્યું કે આ સમયે વાયુસેના ખતરાને દૂર કરવા માટે જ્યાં જરૂર હોય ત્યાં અટકાવવા અને હુમલો કરવા માટે કામ કરી રહી છે. થોડા સમય પહેલા, ઈરાનથી ઈઝરાયલ રાજ્યના પ્રદેશમાં છોડવામાં આવેલી મિસાઈલો મળી આવ્યા બાદ ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. લોકોને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. હવાઈ સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે સુરક્ષિત નથી. તેથી, હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાનું ચાલુ રાખવું જોઈએ.
ઈઝરાયલ અને ઈરાનના હુમલા વચ્ચે, અમેરિકાએ પણ તેના લશ્કરી સંસાધનો મધ્ય પૂર્વમાં ખસેડ્યા છે. આ સાથે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા વિશ્વના સૌથી ઘાતક શસ્ત્રો બનાવે છે અને ઈઝરાયલ પાસે પણ તેમાંથી ઘણા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાનને હજુ પણ સોદો કરવાની બીજી તક મળી શકે છે. ઈરાન અને તેના સાથી દેશોના હુમલા બાદ, ઈઝરાયલે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરીને મિસાઈલોને નિષ્ફળ બનાવવાનું શરૂ કર્યું છે. પરંતુ તેલ અવીવમાં કેટલીક મિસાઈલો પડી જવાથી હોબાળો મચી ગયો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈરાને ઈઝરાયલ અને તેલ અવીવ પર લગભગ ૧૫૦ મિસાઈલ છોડ્યા છે. મોટાભાગની હવાઈ સંરક્ષણ પ્રણાલી (આયર્ન ડોમ) દ્વારા નિસક્રિય કરવામાં આવી હતી. કેટલીક મિસાઈલ ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં પડી છે









































