ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના ૨૦૦થી વધુ ગામડાંઓને અસર કરતા ઇકો સેન્સેટિવ ઝોન સામે વિરોધનો સૂર ઊઠ્‌યો છે. આજે ધારી ગીરના ખેડૂતો, સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓએ ધારી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવતા પહેલા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખેડૂતો અને સરપંચોની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષને આગળ આવવાનું આહવાન કર્યું હતું. ધારી કોંગ્રેસ પ્રમુખ રવિ હીરાણીએ ચેતવણી આપી હતી કે જો આ કાળો કાયદો રદ નહીં થાય તો શાસ્ત્ર સાથે શસ્ત્ર ઉઠાવવા પડે તો પણ પાછી પાની નહીં કરવામાં આવે.