આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વડાપ્રધાન મોદી ૨૧ જૂને મૈસુરમાં યોજોનાર કાર્યક્રમમાં ભાગ લેશે. બે વર્ષ બાદ યોગ દિવસ પર કાર્યક્રમ યોજોઈ રહ્યો છે. આયુષ મંત્રી સર્વાનંદ સોનવાલે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ દેશભરમાં ૭૫ પ્રતિષ્ઠિત સ્થળો પર યોજવામાં આવશે.
યોગ દિવસના ૨૫ દિવસ પહેલા ૨૭ મે એ હૈદરાબાદમાં કાર્યક્રમની શૃંખલાની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં લગભગ ૧૦ હજોર લોકો ભાગ લેશે. ૨ વર્ષ બાદ માત્ર ભારત જ નહી, પુરી દુનિયામાં ૨૧મી જૂને ફિઝીકલી યોગ પ્રદર્શન થશે. ઉગતા સૂરજમાં દેશ તરીકે જોણીતા દેશ જોપાનથી યોગ દિનની શરૂઆત થશે. જે ન્યુઝીલેન્ડથી પુરો થશે.