રાજયમાં આ વર્ષે બારેમેઘ ખાંગા થશે તેવી આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ જયારે રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૫ ટકાથી વધુ થયો છે સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
૨૪ કલાકમાં રાજ્યના ૧૬૨ તાલુકામાં વરસ્યો વરસાદ જેમાં રાજ્યના ૬૩ તાલુકામાં વરસ્યો ૧ ઈંચથી વધુ વરસાદ થયો છે ,ગીસોમનાથના વેરાવળમાં ૫ ઈંચ વરસાદ પડ્યો,જૂનાગઢ જિલ્લાભરમાં મેઘરાજાએ જમાવટ કરી,વંથલી, માણાવદર, માળિયાહાટીનામાં ૪થી ૪.૫ ઈંચ વરસાદ,જૂનાગઢના કેશોદ અને મેંદરડામાં પણ ૩.૫ ઈંચ વરસાદ,બનાસકાંઠાના ભાભરમાં વરસ્યો ૪ ઈંચ વરસાદ,અમરેલીના લાઠીમાં ૩.૫ ઈંચ વરસાદ,ધોરાજી, ભાણવડ, રાણાવાવમાં ૩.૫ ઈંચ વરસાદ,મહેમદાબાદ, ચોટીલામાં પણ ૩ ઈંચ વરસાદ
આભાર – નિહારીકા રવિયા થયો છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટÙ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ૩૪.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૭.૨૧ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૭.૭૫ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો ૧૬.૩૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના ૨ જળાશયમાં ૯૦ ટકાથી વધુ પાણી ભરાયા છે જયારે ૩ જળાશયમાં ૮૦થી ૯૦ ટકા પાણી,૬ ,જળાશયમાં ૭૦થી ૮૦ ટકા પાણી,૧૯૫ જળાશયમાં ૭૦ ટકાથી ઓછું પાણી,રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ ૩૮.૭૬ ટકા પાણી ભરાયા છે જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયમાં ૨૫.૬૯ ટકા પાણી,મધ્ય ગુજરાતના ૧૭ જળાશયમાં ૪૦.૪૨ ટકા પાણી,દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયમાં ૩૪.૨૯ ટકા પાણી,સારા વરસાદથી રાજ્યના ડેમ અને જળાશયો છલકાયા,જામનગરનો વાગડિયા ડેમ છલોછલ ભરાયો,સુરેન્દ્રનગરનો વણસલ ડેમ પાણીથી ભરાયો,સૌરાષ્ટ્રના ૨ ડેમ નવા નીરથી છલકાયા,સૌરાષ્ટÙના ૧૪૧ ડેમમાં ૨૩.૩૨ ટકા પાણી,સરદાર સરોવર ડેમમાં ૫૦.૦૪ ટકા પાણી,કચ્છના ૨૦ ડેમમાં ૨૦.૮૯ ટકા પાણીનો જથ્થો છે
આ ઉપરાંત મહેમદાબાદ, રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઠી, મેંદરડા, કેશોદ અને તલાલા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે બગસરા, નખત્રાણા, અંજાર, પોરબંદર, માતર, જામકંડોરણા, ગાંધીધામ, ખેડા, કુતિયાણા, વિસાવદર અને જૂનાગઢના માંગરોળ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૩૨ જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને ૧૦૪ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.