ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. આ વર્ષે ધોરણ ૧૦ નું પરિણામ ૮૨.૫૬ ટકા નોંધાયું છે. રાજ્યમાં ધોરણ-૧૦માં ૧૦૦ ટકા પરિણામ ધરાવતા બે કેન્દ્રો છે. જેમાં અમદાવાદ ગ્રામ્યનું દાલોદ કેન્દ્ર પર ૧૦૦ ટકા પરિણામ અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા કેન્દ્ર ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ભાવનગરનું તડ કેન્દ્ર બન્યું છે. તડ કેન્દ્ર પર ૪૧.૧૩ ટકા પરિણામ નોંધાયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધી પાનીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતીના અમલીકરણ બાદ અત્યાર સુધીનું ધો.૧૦નું સૌથી શ્રેષ્ઠ પરિણામ છે. આ સાથે ઉમેર્યું કે, ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પુરક પરિક્ષા આપી શકશે.
રાજ્યમાં ધો. ૧૦ ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર બન્યો છે. વિગતો મુજબ ગાંધીનગર જિલ્લાનું પરિણામ ૮૭.૨૨ ટકા નોંધાયું છે. આ સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર બન્યો છે. પોરબંદર જિલ્લાનું પરિણામ ૭૪.૫૭ ટકા આવ્યું છે. રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૧૩૮૯ તો ૩૦ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ૨૬૪ હોવાનું સામે આવ્યું છે.રાજ્યમાં માધ્યમ પ્રમાણે પરિણામ પર નજર કરીએ તો સૌથી ઊંચું અંગ્રેજી માધ્યમનું ૯૨.૫૨ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું ૮૧.૧૭ ટકા પરિણામ આવ્યું છે. હિન્દી અને મરાઠી માધ્યમમાં અનુક્રમે ૭૫.૯૦ અને ૭૭.૯૯ ટકા પરિણામ આવ્યું છે.
રાજ્યમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૬.૬૯ ટકા નોંધાયું છે. વિદ્યાર્થીઓનુ પરિણામ ૭૯.૧૨ ટકા નોંધાયું છે. જેમાં એ ૧ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ૨૩૨૪૭, એ ૨ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ૭૮૮૯૩,બી ૧ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ૧૧૮૭૧૦,બી ૨ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ૧૪૩૮૯૪,સી ૧ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ૧૩૪૪૩૨, ઝ્ર૨ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ૭૨૨૫૨ અને ડી ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ૬૧૧૦ હોવાનુ સામે આવ્યું છે.
ધોરણ-૧૦નું પરિણામ જાહેર થયા બાદ હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ ચેરમેન બંછાનિધી પાનીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, ૨૧૮૬૯ વિદ્યાર્થીઓને એક વિષયમાં સુધારો કરાયો અને ૩૨૯૭૧ વિદ્યાર્થીઓને બે વિષય માં સુધારો કરાયો છે. ૨૧૮૫૪ વિદ્યાર્થીઓને ત્રણ વિષયના પરિણામમાં સુધારો કરાયો છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૬.૬૯ ટકા અને વિદ્યાર્થીઓનુ પરિણામ ૭૯.૧૨ ટકા નોંધાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, પરીક્ષા દરમિયાન ૪૦૦ કોપી કેસ નોંધાયા. સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં કેસ નોંધાયા. કુલ ૫૭૭૫૫૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
માધ્યમિક શિક્ષણ બોર્ડ ચેરમેન બંછાનિધી પાનીએ કહ્યુ કે, ગુજરાતી માધ્યમનું પરિણામ ૮૧.૧૭ ટકા નોંધાયું છે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૨.૫૨ ટકા પરિણામ છે. હિંદી માધ્યમનું પરિણામ ૭૫.૯૦ ટકા પરિણામ છે. આ સાથે નવી શિક્ષણ નીતીના અમલીકરણ બાદ અત્યારસુધીનું ધો.૧૦નું સૌથી શ્રેષ્ઠ પરિણામ છે. ૯૯ કરતા વધુ પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થાઓ ૬૬૮૬ છે. આ સાથે તેમણે ઉમેર્યુ કે, ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પુરક પરિક્ષા આપી શકશે. પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાવા મળ્યો છે. વિદ્યાર્થીઓને સારુ પરિણામ આવતા ગરબે ઘૂમ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓની આંખમાં હરખના આસું છલકાઈ આવ્યા છે.સવારથી જ પરિણામને લઇને વાલીઓમાં ઉત્સાહ જાવા મળ્યા હતો. પરિણામ જાહેર થતા અને પરિણામ સારૂ આવતા વાલીઓ ખુશ થઇ ગયા હતાં અને પોતાના દીકરા દીકરીઓને અભિનંદન આપતા નજરે પડયાં હતાં અને એક બીજાને મોં મીઠુ કરાવ્યું હતું.
૨૦૨૩ની તુલનાએ આ વર્ષે ૧૭.૯૪ ટકા વધુ પરિણામ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા ૧૧ માર્ચથી ૨૨ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, આ વર્ષે ગુજરાતમાં ૧૪ લાખ વિદ્યાર્થીઓએ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા ૧૧ માર્ચથી ૨૨ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ના ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.