આ વર્ષે આઇપીએલની વ્યૂવરશિપમાં ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. દર્શકા આઇપીએલન્થી દુર થઈ રહ્યા છે અને આ મુદ્દો ક્રિકેટ બોર્ડ માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. સવાલ એ છે કે, દર્શકોને કેમ આ વખતે આઇપીએલમાં રસ નથી પડી રહ્યો..તેના સંભવિત કારણો આ પ્રકારે હોઈ શકે છે..
– છેલ્લા ૧૮ મહિનામાં ચોથી વખત આઈપીએલનુ આયોજન થયુ છે.
કોરોનાન કારણે ૨૦૨૦માં ટુર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી. ૨૦૨૧માં સમસર આયોજન થયુ પણ કોરોનાની બીજી લહેરના કારણે ઓક્ટોબરમાં ફાઈનલ રમાડાઈ હતી. તેના પાંચ જ મહિના બાદ ૨૦૨૨માં આઇપીએલ શરૂ થઈ ગઈ છે.
– બે નવી ટીમો ઉમેરાયા બાદ દર્શકોની સંખ્યા વધશે તે ગણતરી ખોટી પડી છે. ઉલટુ દર્શકો ઓછા થઈ ગયા છે. બે નવી ટીમો આવવાથી મેગા ઓક્શન થયુ હતુ અને દરેક ટીમના ખેલાડીઓ બદલાઈ ગયા હતા. ૬૦ની જગ્યાએ ૭૪ મેચો રમાડવાનુ નક્કી કરાયુ હતુ. હજી પણ તેનુ ફોર્મેટ સમજવામાં ચાહકોને મુશ્કેલી પડી રહી છે.
– કોહલી, ધોનીએ કેપ્ટનશિપ છોડી દીધી છે અને તેમનો આ આઇપીએલમાં વ્યક્તિગત દેખાવ પણ સારો રહ્યો નથી. રોહિત શર્મા પણ સારૂ પ્રદર્શન કરી શક્યો નથી અને ચાહકો એટલે પણ કંટાળ્યા હોઈ શકે છે
– મુંબઈ અને ચેન્નાઈ જેવી લોકપ્રિય ટીમોએ આ વખતે કંગાળ દેખાવ કર્યો છે. મુંબઈ તો પાંચે મેચ હાર્યુ છે અને ચેન્નાઈ એક જ મેચ જીતી શક્યુ છે.
– ગેલ અને ડિવિલિયર્સ જેવા ખેલાડીઓ આ વખતે આઇપીએલમાં રમી રહ્યા નથી. જેમનો મોટો ચાહક વર્ગ છે.
આઇપીએલની સામે દક્ષિણ ભારતીય ફિલ્મો મનોરંજન પુરૂ પાડી રહી છે. પહેલા આરઆરઆર અને હવે કેજીએફની ધૂમ મચેલી છે. આમ લોકોને મનોરંજનનો વધુ એક વિકલ્પ મળ્યો છે
– સામાન્ય રીતે બોર્ડ પરીક્ષા બાદ આઇપીએલ રમાડાતી હોય છે પણ કોરોનાના કારણે મોટાભાગના
રાજ્યોમાં બોર્ડ પરીક્ષાઓ પાછી ઠેલાઈ હોવાથી આઇપીએલ અને બોર્ડ પરીક્ષાની તારીખો એક થઈ ગઈ છે.
– મર્યાદિત વેન્યૂ પર જ મેચો રમાઈ રહી છે. લોકોને પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ નહીં રમાતી હોવાથી રસ ઓછો પડી રહ્યો છે. ચાર મેદાન પર લીગ મેચ રમાઈ રહી છે અને તમામ મેદાનો પરની પીચ એક સરખી છે.