દુનિયામાં જ્વેલરી ખરીદવામાં અમેરિકા સૌથી આગળ છે અને આ વર્ષે અમેરિકાએ ભારતમાંથી જ્વેલરીની ખરીદીમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) એ આશા વ્યક્ત કરી છે કે ભારત ચાલુ નાણાકીય વર્ષમાં ૪૧.૬૫ બિલિયનના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં સફળ રહેશે.અમેરિકામાં ભારતમાં બનેલી જ્વેલરીની માંગ વધી રહી છે. આ વધતી માંગની અસરને કારણે એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતના જેમ્સ અને જ્વેલરી સેક્ટરની કુલ નિકાસમાં પણ ઝડપથી વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઘટવાને કારણે નવેમ્બરમાં નિકાસમાં ઘટાડો થયો હોવા છતાં આ વર્ષે એકંદરે નિકાસમાં તેજી આવવાની ધારણા છે.આ સિવાય એપ્રિલ-નવેમ્બરમાં સિલ્વર જ્વેલરીની નિકાસ ૨૦.૪૭ ટકા વધીને રૂ. ૧૨,૫૫૨ કરોડ થઈ છે, જે નવેમ્બર ૨૦૨૦માં રૂ. ૧૦,૪૧૯ કરોડ હતી. એટલે કે જ્વેલરીના મામલામાં તેજી જાવા મળી રહી છે અને અમેરિકા જેવા દેશોમાં માંગ વધવાને કારણે આ અસર જાવા મળી રહી છે.