શું આ વખતે અમદાવાદ માટે નવલું નજરાણું કહેવાતા કાંકરિયા કાર્નિવલ યોજોશે કે નહીં તે જોણવા માટે જો ઉત્સુક છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કારણ કે ગત વર્ષે તો કોરોનાના કારણે કાંકરિયા કાર્નિવલ રદ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ કોરોનાની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન પડતું મુકાયું છે. જ્યારે ફ્લાવર શો યોજવો કે નહીં તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીમાં ગહન ચર્ચા થઈ હતી. જો કોરોનાના કેસો નહીં વધે તો અમદાવાદમાં આ વર્ષે ૧ જોન્યુઆરીથી ૧૪ જોન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજોશે તેવું નક્કી કરાયું છે.
વિશ્વ ભરમાં કોરોનાનો ઓમીક્રોન વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ વેરિયન્ટને લઈ ચિંતા વધી છે. જેને લઈ આગામી જોન્યુઆરી માસમાં ફ્લાવર શો કે કાંકરિયા કાર્નિવલ આયોજિત કરવા કે નહીં તેની મથામણ કોર્પોરેશનમાં ચાલી હતી. મહાનગપાલિકામાં યોજયેલી રિક્રિએશન કમિટીમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં સતત બીજો વર્ષે પણ ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન યોજોતો કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.
એએમસી રિક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવેએ જણાવ્યું કે ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું આગવું નજરાણું છે. ફ્લાવર શોમાં વિવિધ ફૂલોની વેરાયટી એક છત નીચે જોવા મળે છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. ગત વર્ષે કોરોનાનાં કારણે ફ્લાવર શો નું આયોજન કર્યું ન હતું પણ આ વર્ષે તેનું આયોજન કરવામાં આવશે. હાલ કોરોનાના કેસ નહિવત છે અને જો કોરોનાના કેસ નહીં વધે તો ૧ જોન્યુઆરીથી ૧૪ જોન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજોશે તેવું નક્કી કરાયું છે.
જ્યારે ડિસેમ્બર માસમાં ૨૫થી ૩૧ તારીખ સુધી કાંકરિયા કાર્નિવલ યોજોતો હોય છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. હજોરોની જનમેદની તેમાં ઉમટે છે. ગત વર્ષે કોરોનાના કારણે કાર્નિવલ પણ રદ કર્યો હતો. આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું કોઈ પ્લાનિંગ નથી.’