તારાઓની રહસ્યમય દુનિયામાં ખોવાયેલા લોકો અને રાત્રિના આકાશ સામે કલાકો જાઇ રહેતા લોકો માટે આ મહિનો ખૂબ જ રસપ્રદ રહેવાનો છે. કારણ કે, આ આખો મહિનો દિવાળીની રાત્રિના આકાશ જેવો જાવા મળવાનો છે. આ આખો મહિનો ઉલ્કાનો વરસાદ થવાનો છે અને સૌથી મહત્વની વાત એ છે કે, તમે તેને રાત્રે ખુલ્લી આંખે ખૂબ જ સ્પષ્ટ રીતે જાઈ શકો છો. આકાશમાં તારાઓનો વરસાદ આ વર્ષે તારાઓનો વરસાદ શરૂ થયો છે અને તમે ૩૦ નવેમ્બર સુધી આકાશમાં તારાઓના વરસાદની મજા માણી શકો છો. તારાઓનો આ વરસાદ ૬ નવેમ્બરથી ૩૦નવેમ્બર સુધી સક્રિય રહેશે.
ખાસ કરીને ૧૭ નવેમ્બરના રોજ આકાશમાં સૌથી વધુ ઉલ્કા વર્ષા થવાની છે. વૈજ્ઞાનિકોના મતે ઉલ્કા વર્ષાનો સૌથી વધુ સમય ત્યારે આવે છે, જ્યારે કાટમાળનો સૌથી ગીચ ભાગ પૃથ્વી પરથી પસાર થાય છે. ૧૭મી નવેમ્બરના રોજ પૃથ્વી પરના માનવીઓ કોસ્મિક કાટમાળને કારણે આકાશમાં મોટાપાયે ઉલ્કાવર્ષા થતી જાઈ શકશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે તારાઓનો આ વાર્ષિક નજારો આકાશમાં સર્જાય છે અને તે ત્યારે થાય છે, જ્યારે ટેમ્પલ ટટલ નામના ધૂમકેતુથી તૂટીને નાના ખડકો પૃથ્વી તરફ પડે છે.
ઉલ્કાપિંડ યુએસ સ્પેસ એજન્સી નાસા અનુસાર લિયોનીડ્‌સ ઉલ્કાને ઉલ્કાઓમાં સૌથી ઝડપી ઉલ્કાઓમાંની એક ગણવામાં આવે છે, જે ૪૪ માઈલ (૭૧ કિમી) પ્રતિ સેકન્ડની ઝડપે મુસાફરી કરે છે. જા તમે લિયોનીડ્‌સ જે માર્ગ અપનાવે છે તે શોધી કાઢો, તો તેઓ લીઓના નક્ષત્રના એક બિંદુથી ઉદ્દભવે છે, તેથી ઘટનાનું નામ લિયોનીડ્‌સ છે.