ચેમ્પીયન્સ ટ્રોફી ૨૦૨૪ને લઈને ઝઘડો ચાલુ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટૂર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઇ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે ટીમ ઈન્ડીયા ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પાકિસ્તાન નહીં જાય. તે જ સમયે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી પણ પોતાની જીદ પર અડગ છે. આ વિવાદ વચ્ચે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મોટો મુકાબલો થવા જઈ રહ્યો છે. બંને ટીમના ચાહકોમાં આ મેચને લઈને ખૂબ જ ઉત્સુકતા છે.
વાસ્તવમાં આ મહિનાની છેલ્લી તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી લડાઈ થવાની છે. એટલે કે આજથી ૨ દિવસ બાદ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આમને-સામને થશે. આ મેચ યુ ૧૯ એશિયા કપ ૨૦૨૪ની બીજી મેચ હશે જેમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જાકે ટુર્નામેન્ટની શરૂઆત ૨૯ નવેમ્બરથી અફઘાનિસ્તાન વિ બાંગ્લાદેશ સાથે થશે, પરંતુ સૌથી મોટી મેચ બીજા દિવસે એટલે કે ૩૦ નવેમ્બરે રમાશે. આ શાનદાર મેચ ેંછઈના શહેર દુબઈમાં રમાશે.
૨૦૨૪ એસીસી અંડર-૧૯ એશિયા કપમાં કુલ ૮ ટીમો ભાગ લેશે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, જાપાન,યુએઈ, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે. ભારત, પાકિસ્તાન, જાપાન અને યુએઈને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે જ્યારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. દુબઈ ઉપરાંત ટૂર્નામેન્ટની મેચો શારજાહમાં પણ રમાશે. ફાઈનલ મેચ ૮ ડિસેમ્બરે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અંડર-૧૯ એશિયામાં ભારતીય ટીમની કમાન મોહમ્મદ અમાનના હાથમાં રહેશે જ્યારે સાદ બેગ પાકિસ્તાનની ટીમની કમાન સંભાળશે. તાજેતરમાં ઇમ‹જગ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ સામસામે આવી હતી. ટીમ ઈન્ડીયાએ આ મેચ જીતી હતી.
ભારતીય અંડર-૧૯ ટીમઃ આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે (વાઈસ-કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગાલિયા (વિકેટમેન), અનુરાગ કવડે (વિકેટમેન), હાર્દિક રાજ, મોહમ્મદ અનન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધાજીત ગુહા, ચેતન શમ ાર્, નિખિલ કુમાર.
પાકિસ્તાન અંડર-૧૯ ટીમઃ સાદ બેગ (કેપ્ટન અને વિકેટકીપર), મોહમ્મદ અહેમદ, હારૂન અરશદ, તૈયબ આરીફ, મોહમ્મદ હુઝેફા, નાવેદ અહેમદ ખાન, હસન ખાન, શાહઝેબ ખાન, ઉસ્માન ખાન, ફહમ-ઉલ હક, અલી રઝા, મોહમ્મદ રિયાઝુલ્લાહ , અબ્દુલ સુભાન, ફરહાન યુસુફ, ઉમર ઝૈબ.