ખાંભાના વાગધ્રા ગામે એક યુવકને “આ કેડો તારા બાપનો નથી અહીંથી ચાલતો નહીં” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ધીરૂભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણે હિંમતભાઈ દુદાભાઈ જોગદીયા, દુદાભાઈ હરસુરભાઈ જોગદીયા તથા ભાનુબેન રમેશભાઈ જોગદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, હિંમતભાઈ જોગદીયાએ તેમને “અહીંથી કેમ ચાલ્યો છે” તેમ કહી ગાળો આપી લાકડીના ત્રણ ઘા માર્યા હતા. ઉપરાંત આરોપીઓએ ભેગા મળી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને “આ કેડો તારા બાપનો નથી અહીંથી ચાલતો નહીં” તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.