દિવેલાનો ઝાળ રોગ
આ રોગ ફુગથી થાય છે.
• રોગની શરુઆતમાં પાન ઉપર આછા ભૂરા રંગના દાગ
પડે છે. જે ધીમે ધીમે બદામી રંગના થઈ જાય છે.
આ ટપકા વર્તુળાકાર હોય છે. આવા ટપકા મોટા થઈ એક બીજા સાથે ભળી જઈ પાનને સુકવી નાંખે છે.
• નિયંત્રણ માટ ેરોગની શરૂઆત થતા તુરત જ ૧૦ લીટર પાણીમાં મેન્કોઝેબ ૨૫ ગ્રામ અથવા તાંબાયુક્ત દવા કોપર ઓક્ઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ
પમ્પમાં નાખી છંટકાવ કરવો. રોગ વધે તો ૧૫ દિવસે બીજો છંટકાવ કરવો.
• દિવેલા ૧૦૦ દિવસના થાય ત્યારે ૮૪ કિલો યુરીયા ખાતર આપવું.
• ભલામણ મુજબ ૬ થી ૮ પિયત ૫૦ મી.મી. ઉંડાઈનું આપવુ જે પૈકી વરસાદ બંધ થયેથી ૧ માસ બાદ ૪ પિયત ૧૫ દિવસના અંતરે, બાકીના ૨૦ દિવસના અંતરે આપવા.
• કપાસમાંભલામણ મુજબ ૬ થી ૮ પિયત ૫૦ મી.મી. ઉંડાઈના આપવા જે પૈકી વરસાદ બંધ થયેથી ૧ માસ બાદ ૪ પિયત ૧૫ દિવસના અંતરે, બાકીના ૨૦ દિવસના અંતરે આપવા.
• ખેતરમાં પરજીવી
પરભક્ષીઓની જાળવણી કરવી.
• કપાસમાં જમીનના ઉંચા ઉષ્ણતામાને રોગ વધારે આવતો હોવાથી પાકને માફકસરનું પાણી આપવું પરંતુ જો રોગની શરૂઆત જણાય કે તુરંત પિયત આપવું.
• કપાસના જીંડવાની વિકાસ અવસ્થાએ પાણીની ખેંચ કે અછત ન પડે તેની કાળજી રાખવી જોઈએ.
ડાંગરઃ-
• પાનનો ઝાળ રોગના નિયંત્રણ માટે ૧ ગ્રામ સ્તેપ્તોમાય્સીનસલ્ફેટ + ૨૦ ગ્રામ કોપર એકઝીકલોરાઈડ ૧૦ લીટર પમ્પમાં નાખી છંટકાવ કરવો.
શેરડી ઃ-
• વહેલી રોપણી માટે કો ૮૩૩૮, કો એન – ૯૫૧૩૨ કો એન – ૦૩૧૩૧, ૦૫૦૭૧ તથા કો – ૯૪૦૦૮ તેમ કોસી – ૬૭૧ અથવા ૮૬૦૩૨ વાવી શકાય.
• મધ્યમ મોડી વાવણી માટે કો એન – ૯૧૧૩૨, કો એલ કે – ૮૦૦૧ કો એન – ૮૫૧૩૪, ૦૫૦૭૨ તથા કો – ૯૯૦૦૪ નું વાવેતર કરવું.
• મોડી પાકતી જાતોઃ કો. ૬૨૧૭૫, કો.૬૩૦૪
• ત્રણ અાંખના ટુકડા ૩૫૦૦૦ હેકટરે વાવવા. અને શેરડીના કટકાને ૧૦ લીટર
પાણીમાં ૨૦ ગ્રામ એમીસાન અથવા બાવીસ્ટીન (કાર્બેંડાઝામ) અને ૨૦ મીલી મેલાથીયોનનું દ્રાવણ બનાવી કટકાને પાંચ મીનીટ બોળી વાવેતર કરવું. તેમાં ખાતર ઃ ૨૫૦ – ૧૨૫ – ૧૨૫ / હે આપવું.
• સૌરાષ્ટ્રના આબોહવાકીય વિસ્તારમાં શેરડીની જાત કો એન ૦૫૦૭૧ (ગુજરાત શેરડી-૫) તેમજ દક્ષીણ ગુજરાત માટે શેરડી – કો – એન – ૧૩૦૭૨નું વાવેતર કરવું
• રજકોનીઃ ટી – ૯ ગુજરાત રજકો – ૧ એસ.એસ – ૬૨૭ અથવા આંણદ રજકો – ૩ નું વાવેતર કરો.
• પિયત ઘઉં માટે વહેલી વાવણી માટે જીડબલ્યુ– ૧૯૦,
• સમયસરની વાવણી માટે જીડબલ્યુ– ૧૯૦ અનેલોક -, જીડબલ્યુ – ૪૯૬, ૧૯૦, ૫૦૩, ૨૭૩, ૩૨૨, ૩૬૬, ૧૧૩૯, ૪૫૧,૪૬૩ રાજ – ૧૫૫૫
• બિનપિયત માટે અરણેજ – ૨૦૬, જીડબલ્યુ – ૧,૨
• મોડા વાવેતર માટે ય્ઉ-૧૭૩ ર્ન્ા-૧ નું વાવેતર કરવું.
• હવે ચોમાસાએ લગભગ વિદાય લઈ લીધી છે એટલે શિયાળુ પાક માટે આયોજન કરી રાખો.
• ડુંગળીમાં કુક્ડુ રોગ ન આવે તે માટે પ્રોપીનાઝોલ ૪૦ ગ્રામ અને કાર્બેન્ડાઝીમ ૧૫ ગ્રામ ૧ પંપમાં વારાફરતી કોઈ એક દવા નાખી ૧૫ દિવસના અંતરે ૩ છંટકાવ કરવા.
• ડુંગળી નાસીકનું ધરુ ને ફેર રોપણી અથવા સીધુ બીજ નાંખીને પણ વાવી શકાય.
• ભીંડાના હવામાન ગરમ હોય તો પાન કથીરીના
ઉપદ્રવ વધે તો ઈથીઓન ૩૦ મિલી પંપમાં નાખી છંટકાવ કરવો.
• વેલાવાળા શાકભાજીમાં તળછારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ અથવા ફોઝેટાઈલ ૧૨.૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં પંપમાં નાખી છંટકાવ કરવો.
• મરચી પાકમાં મિક્સ માઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ – ૪ ૧૦૦ ગ્રામ પંપમાં નાખી ૧૦ દિવસના ગાળે બે છંટકાવ કરવા.
• લીંબુમાં બદામી ટપકાના નિયંત્રણ માટે કોપર એકઝીકલોરાઈડ ૪૦ ગ્રામ અને ૧.૫ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીનના બે છંટકાવ ૧૫ દિવસના ગાળે કરવા.
• નાળિયેરીનાં વાવેતર માટે વાનફેર,લોટણ, ડી × ટી અને ટી × ડી જાતનું વાવેતર કરવું.
• નાળિયેરીનાં પાકમાં આંતર પાક તરીકે કેળ સૂરણ, તાનીયા, હળદર જેવા પાકો વાવી શકાય
• આંબોઃ ઓક્ટોબર કે નવેમ્બર માસમાં પોટેશિયમ નાઈટ્રેટ ૨ ટકાના દ્રાવણના બે છંટકાવ કરવા.
• ચીકુમાં બીજ કોરી ખાનારી જીવાતના નિયંત્રણ માટે ચોમાસા પછી ઓકટોબર અને નવેમ્બર મહિનામાં
પોલીટ્રીનસી-૧૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૧ર.પ મિ.લિ. અથવા લેમડા -સાયહેલોથ્રીન-૧૦ મિ.લિ. દવાનું ૧૦ લિટર પાણીમાં મિશ્રણ ર૦ થી રપ દિવસના અંતરે કરવાથી નિયંત્રણ થાય છે
• સુકારાના નિયંત્રણ માટે રોગગ્રસ્ત ઝાડ ફરતેથી માટી દુર કરી ૨૦ દિવસના અંતરે ત્રણ વાર ૨૦ લીટર પાણીમાં ૨૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ દવા અને ૨૦૦ ગ્રામ યુરિયા ભેળવી રેડવું
• ચોમાસા પછી ચીકુમાં સુકારો રોગ આવે છે. તેના નિયંત્રણ માટે પ્રથમ તો ચીકુવાડીયામાં ડાંગર જેવા પાક લેવો જોઈએ નહી. ચોમાસામાં પાણી ભરાવા દેવું નહી. નિતારનીકની વ્યવસ્થા કરવી. ઝાડ ફરતે . ચીકુવાડીયામાં સેન્દ્રિય ખાતરો સાથે ટ્રાયકોડર્માં મિક્ષ કરી રીંગ બનાવી જમીનમાં આપી જૈવિક નિયંત્રણ પણ કરી શકાય છે.
• ચોમાસું પૂરુ થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટિકનું મલ્ચ (૨૫ માઈક્રોન) પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે.
• લીંબુના પાકમાં
પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ (૪ મિ.લિ./૧૦ લીટર) નો છંટકાવ કરવો. પશુઓમાં આઉનો સોજો(મસ્ટાઈટીસ)અટકાવવાના ઉપાયો
• દૂધ દોહનમાં નિયમિતતા
• આઉં અને આંચળને દૂધ દોહન પહેલા ટીટડીપ દ્રાવણથી સાફ કરવું.
• દૂધ દોહન બાદ પશુ ૧૫-૨૦ મિનિટ સુધી નીચે બેસતું અટકાવવું.
• પશુના રહેઠાણમાં સિમેન્ટ કોંક્રીટના પાકા ભોયતળીયા ન બનાવવા