આસોદર ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત લાઠી તાલુકાના લુવારીયા ગામના રહેવાસી બસિયા બદરૂભાઈ સુરંગભાઈના અવસાન બાદ તેમના વારસદારને રૂ. ૨ લાખનો વીમા ક્લેઈમ ચેક અર્પણ કરવામાં આવ્યો. આ ચેક આસોદર એસ.બી.આઈ. બ્રાન્ચ મેનેજર નીરવસિંહ દિલીપસિંહ ગોહિલ દ્વારા મૃતકની પત્ની બસિયા નીરૂબેન સુરંગભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.









































