હજરત મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરવા મામલે આસામ કોંગ્રેસે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને નવીન જિંદલની સામે એફઆઇઆર નોંધાવી છે. આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટિ સાથે જાડાયેલા બે નેતાઓએ જણાવ્યું કે, આ કેસ નોંધાવવામાં આવ્યો છે. હાલમાં હજરત મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણીને લઈને દેશના વિભિન્ન ભાગોમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આસામ કોંગ્રેસ કમિટિએ ગુવાહાટીના ભાંગાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યારબાદ હ્લૈંઇ નોંધવામાં આવી છે.
કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, બીજેપીના બંને નેતાઓએ જે નિવેદન આપ્યું છે તે માત્ર અપમાનજનક જ નથી પરંતુ ભારતની સભ્યતા અને છબીને ઠેસ પહોંચાડનારી છે. આ નિવેદન ભારતની વિવિધતા અને અખંડિતતાને પ્રભાવિત કરનારું છે. આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટિના વરિષ્ઠ પ્રવક્તા રોમેન ચંદ્ર બોરઠાકુરે કહ્યું કે, આ પ્રકારના નિવેદન હંમેશા આપણા સમાજ પર પ્રતિકૂળ અને નકારાત્મક અસર પાડે છે. તેને ગુનો માનવામાં આવે છે.
વિવાદિત ટિપ્પણી મામલે બીજેપીએ ૫ જૂનના રોજ નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા અને દિલ્હી એકમના મીડિયા પ્રમુખ નવીન કુમાર જિંદલને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ મામલે વિશ્વના અનેક દેશો ભારતને સતત ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જાકે, આ વિવાદ બાદ એક દિલ્હી પોલીસે નૂપુરની સુરક્ષા વધારી દીધી છે. કારણ કે, તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી.