પોલીસે આસામેના કાર્બિ એન્ગલોન્ગ જિલ્લામાં બે બદમાશો પાસેથી ૧૨ કરોડનું હેરોઇન જપ્ત કર્યું હતું. આ પૈકીનો એક જણ ભાગવા જતા, પોલીસે એને રોકવા માટે કરેલા ગોળીબારમાં બદમાશ ઘવાયો હતો.
પોલીસ સ્ટાફે ખોટખોટી વિસ્તારમાં તપાસ દરમિયાન મોટરસાયકલ પર જઇ રહેલા બે જણને અટકાવ્યા હતા. પોલીસે બંને બાઇકસવારોની જડતી લેતાં ૧૫૦ સાબુની પેટીઓમાંથી ૧.૭૭ કિલોગ્રામે હેરોઇન મેળી આવ્યું હતું.
આ જથ્થો ગોલાઘાટ જિલ્લાના સારૂપાથારસ્થિત એજન્ટોને પહોંચાડવાનો હતો. પોલીસ બંને આરોપીઓને પોલીસ-વાહનમાં બેસાડવા માટે લઇ જઇ રહી હતી ત્યારે એક આરોપીએ ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે એને રોકવાના પ્રયાસરૂપે ગોળીબાર કરતા એ ઘાયલ થયો હતો. જેને સારવાર માટે એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.