ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્ય આસામમાં ભારતીય વાયુસેનાનું એક આધુનિક સુખોઈ ફાઇટર જેટ અહીં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં બે પાઇલટ પણ શહીદ થયા છે. શરૂઆતમાં, એવા અહેવાલો સામે આવ્યા હતા કે સુખોઈ જેટ અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. જા કે, હવે એવું જાણવા મળ્યું છે કે તે આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં ક્રેશ થયું છે. તમને જણાવી દઈએ કે રશિયન બનાવટના સુખોઈ ફાઈટર જેટને ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ માનવામાં આવે છે. વાયુસેના તેના અદ્યતન સંસ્કરણ, સુખોઈ-૩૦ એમકેઆઇનો ઉપયોગ કરે છે. ભારતીય વાયુસેના આ વિમાનના ૨૦૦ થી વધુ યુનિટનું સંચાલન કરે છે.
માહિતી અનુસાર, વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટે આસામના જારહાટથી ઉડાન ભરી હતી. જેટ સાથે છેલ્લો સંપર્ક ૭:૪૨ વાગ્યે થયો હતો. ગુરુવારે સાંજે લગભગ ૭ વાગ્યે ફાઈટર જેટ તાલીમ સત્ર માટે ઉડાન ભરી હતી. જાકે, થોડા સમય પછી, ફાઈટર જેટ અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું. આ પછી, અધિકારીઓએ આ મામલાની તપાસ શરૂ કરી.
માહિતી અનુસાર, વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ જારહાટથી લગભગ ૬૦ કિલોમીટર દૂર આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં ક્રેશ થયું. સેના અને પોલીસની ટીમો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સ્થાનિક લોકોનો દાવો છે કે તેમણે આકાશમાં એક વિમાન ઉડતું જાયું હતું, જે પછી નીચે ઉતર્યું અને ક્રેશ થયું. તેઓ એવો પણ દાવો કરે છે કે ક્રેશ પછી તેમણે એક મોટો અવાજ સાંભળ્યો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા પાઇલટ્સની ઓળખ સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરાગકર તરીકે થઈ છે.
ગુવાહાટીના સંરક્ષણ પીઆરઓએ પણ રડાર સંપર્કમાંથી સુ-૩૦ એમકેઆઈ ફાઇટર જેટ ગુમ થયાની જાણ કરી છે. આ બાબતની તપાસ માટે વાયુસેનાની એક ટીમ મોકલવામાં આવી હોવાના અહેવાલ છે. વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે, અને શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.










































