આસામમાં પુરનું તાંડવ સતત કહેર વર્તાવી રહ્યું છે. પુરથી અત્યાર સુધીમાં ૧૭૯ લોકોના મોત થઈ ચુક્યા છે. કેટલાય લોકો ઘર વિહોણા થઈ ગયા છે.
આસામમાં પુરથી સૌથી વદારે અસર કછાર જિલ્લામાં જોવા મળી રહી છે. કછાર જિલ્લામાં પુરના પાણીએ સૌથી વધારે તબાહી મચાવી છે. પોલીસે અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામમાં લાગેલી છે. આ તમામની વચ્ચે આસામ પોલીસે કછાર જિલ્લામાં આવેલી બરાક નદીના ડેમ તૂટવાના મામલે બે લોકોની ધરપકડ કરી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે, તેમણે બરાક નદી પર બનેલા બાંધને જોણી જોઈને તોડ્યો, જેના કારણે સિલચર શહેરમાં પુર આવ્યું.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જે બે લોકોની ધરપકડ થઈ છે, તેમની ઓળખાણ મિઠૂ હુસૈન લશ્કર અને કાબુલ ખાન તરીકે થઈ છે. કછાર પોલીસ અધિકારીએ બંને આરોપીઓની ધરપકડ થઈ હોવાની પુષ્ટિ કરી છે. પણ પોલીસે આ ઘટનામાં બંનેની ભૂમિકા વિશે જોણકારી આપવાની ના પાડી છે.