પૂર્વોત્તર રાજ્ય આસામમાં અત્યાર સુધીમાં ૨૫ લોકોના મોત થયા છે અને સાડા સાત લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. મળતી માહિતી મુજબ, આ ૨૫ લોકોમાંથી ૨૦ લોકોના મોત પૂરના કારણે અને ૫ લોકો ભૂસ્ખલનથી મૃત્યુ પામ્યા છે. આસામ રાજ્યનો મોટો હિસ્સો ૧૩ મેથી પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત છે. આ સાથે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનથી પડોશી રાજ્યો પણ પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, કચર જિલ્લાના સિલચરમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે.
અહેવાલ મુજબ, રાજ્યનો નાગાંવ વિસ્તાર પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં ૩ લાખ ૫૧ હજોર લોકો સંકટનો સામનો કરી રહ્યા છે. હાલમાં રાજ્યમાં ૧૭૦૯ ગામો ડૂબી ગયા છે અને ૮૨૫૦૩ હેક્ટરમાં ફેલાયેલો પાક નાશ પામ્યો છે. તો કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે અને કહ્યું છે કે, ભાજપ સરકારે આસામને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ મળતી રાહત રકમથી વંચિત રાખ્યું છે. આસામમાં કોંગ્રેસના નેતા મનજીત મહંતે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે દ્ગડ્ઢઇહ્લ હેઠળ જ્યાં ગુજરાતને વર્ષ ૨૦૨૧-૨૨માં એક હજોર કરોડ રૂપિયા મળ્યા હતા, ત્યાં આસામને એક નવો પૈસા પણ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ભાજપના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦માં કેન્દ્ર દ્વારા આસામને કંઈપણ ફાળવવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે ૨૦૨૦-૨૧માં આસામને માત્ર ૪૪.૩૭ કરોડ રૂપિયા મળ્યા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને લપેટમાં લેતા, તેમણે પૂછ્યું કે શું મુખ્યમંત્રી પાસે મોદી સરકારની અસમાનતાને સમર્થન આપવા માટે કોઈ દલીલ છે.
આસામમાં અવિરત વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે ભારતીય રેલ્વેએ રાજ્યમાં ટ્રેનો રદ કરી છે. આસામમાં ટ્રેનના પાટા પાણીમાં ડૂબી ગયા છે. તેથી રેલવેએ જૂન મહિના સુધી ટ્રેનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના લુમડિંગ ડિવિઝન પર પાણી ભરાવા અને ભૂસ્ખલનને કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ત્રિપુરા, મિઝોરમ, મણિપુર જેવા પડોશી રાજ્યોનો રોડ અને રેલ્વે માર્ગ સંપૂર્ણપણે કપાઈ ગયો છે.