આસામના પછાર જિલ્લાના ૩૦ અધિકારીઓએ એક આવેદનપત્ર પર સહી કરીને મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા ને સોંપ્યું છે. જેમાં ફરિયાદ કરવામાં આવી છે કે, એક બીજેપી ધારાસભ્યનો વ્યવહાર તેમના પ્રત્યે બિલ્કુલ પણ યોગ્ય નથી. અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, એમએલએ ડ્યૂટી પર તૈનાત અધિકારીઓની સાથે ગેરવર્તન કરી તેમનું અપમાન કરે છે અને સાથે જ તેમને ધમકી પણ આપે છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લખીપુર મતવિસ્તારના ભાજપના ધારાસભ્યએ સમગ્ર સિવિલ સેવા કેડરની અખંડિતતા પર સવાલ ઉઠાવ્યો છે. સિવિલ સેવકોએ તેમના પત્રમાં એક ઉદાહરણ ટાંક્યું જ્યાં ધારાસભ્યએ કહ્યું કે, પૂર રાહત ફરજ પર એક પ્રખંડ વિકાસ અધિકારીને “માર મારવો જાઈએ”. રાયે કથિત રીતે સર્કિલ અધિકારીઓ પર વ્યક્તિગત રૂપે હુમલો કર્યો હતો અને તેમને ‘ચાવલ ચોર’ કહ્યા હતા. બીજેપી ધારાસભ્ય પર એ પણ આરોપ છે કે, તેમણે કહ્યું હતું કે, તેમના શરીરમાં કીડા પડશે.
ફરિયાદ પત્રમાં કહેવામાં આવ્યું કે, બીજેપી ધારાસભ્યએ અંચલ અધિકારી દીપાંકર નાથને થપ્પડ મારવાની વાત કહી હતી. સરકારી કર્મચારીઓ પર શારીરિક શોષણ અને અપમાનજનક ટિપ્પણીની અનેક ઘટનાઓએ ભૂતકાળમાં આપણા રાજ્યને હચમચાવી નાખ્યું છે. તાજેતરમાં લખીપુરના ધારાસભ્ય દ્વારા અસંસદીય ભાષાના ગંભીર ઉપયોગ અને ફરજ પરના અધિકારીઓને હિંસક ધાકધમકીથી સિવિલ સર્વિસ આૅફિસના સમુદાયને ખરાબ રીતે ધ્વસ્ત કરી દીધું છે.