આસામમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન,એઆઇયુડીએફ પક્ષના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામે મોટો દાવો કર્યો છે. અમીનુલ ઇસ્લામે કહ્યું છે કે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ પાસે એકલા ભાજપને હરાવવા માટે સમર્થન નથી.
એઆઇયુડીએફના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામે કહ્યું- “અમે ૩૫ બેઠકો પર ચૂંટણી લડીશું અને આ વખતે એકલા ચૂંટણી લડીશું. તાજેતરમાં, અમારા પક્ષના ધારાસભ્યોએ પાર્ટીના વડા બદરુદ્દીન અજમલ સાથે આ અંગે ચર્ચા કરી હતી. અમે આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છીએ. બધા વિપક્ષી પક્ષોએ ભાજપ સામે સાથે મળીને લડવું જાઈએ. કોંગ્રેસ કે અન્ય કોઈપણ પક્ષ પાસે એકલા ભાજપને હરાવવા માટે આ પ્રકારનો ટેકો નથી. જા કોંગ્રેસ રાજ્યમાં ગઠબંધન કરવાનું વિચારે છે, તો છૈંંડ્ઢહ્લ ચોક્કસપણે તેના પર વિચાર કરશે.”
થોડા સમય પહેલા, આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ પણ આગામી વિધાનસભા ચૂંટણી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસે ૧૨૬ માંથી ૧૦૪ બેઠકો જીતવાની તાકાત છે. ઝ્રસ્ હિમંતાએ કહ્યું હતું- “હાલમાં, આસામમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનની સંભવિત બેઠકો ૧૦૪ છે. જાકે, સંભાવના અને વાસ્તવિકતામાં તફાવત છે. અમને આશા છે કે અમે ૯૫ બેઠકો જીતીશું. પરંતુ બધું જનતાના મૂડ પર નિર્ભર છે.”
પૂર્વોત્તર રાજ્ય આસામમાં વિધાનસભા ચૂંટણીઓ આવતા વર્ષે એપ્રિલ ૨૦૨૬માં યોજાવાની ધારણા છે. મળતી માહિતી મુજબ, ૨૦૨૧માં ચૂંટાયેલી વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે ૨ મે ૨૦૨૬ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આસામમાં કુલ ૧૨૬ બેઠકો માટે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.








































