રાષ્ટિય સુરક્ષા અધિનિયમ હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ કટ્ટરપંથી શીખ અમૃતપાલ સિંહના ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમની પાસે માત્ર ૧,૦૦૦ રૂપિયાની સંપત્તિ છે. અમૃતપાલે ખડુર સાહિબથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ અંગે એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.
‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા ૩૧ વર્ષીય સિંહે પંજાબની ખદુર સાહિબ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. સિંહનું નામાંકન પત્ર શુક્રવારે તરનતારન જિલ્લામાં તેમના કાકા દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું. સિંહે ગુરુવારે આસામની ડિબ્રુગઢ જેલમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ચૂંટણી એફિડેવિટ અનુસાર, સિંહ પાસે અમૃતસરમાં એસબીઆઈ શાખા, રૈયા, બાબા બકાલા ખાતે ૧,૦૦૦ રૂપિયાનું બેંક બેલેન્સ છે. સોગંદનામા મુજબ, આ સિવાય સિંહની પાસે કોઈ જંગમ કે અચલ સંપત્તિ નથી.
અમૃતપાલની પત્ની કિરણદીપ કૌર પાસે ૧૮.૩૭ લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આમાં રૂ. ૨૦,૦૦૦ રોકડ, રૂ. રિવોલટ લિમિટેડ, લંડન, યુકેના ખાતામાં રૂ. ૧૪ લાખ અને ૪,૦૦૦ જીબીપી (પાઉન્ડ)ના સોનાના સિક્કા. ૪,૧૭,૪૪૦ સમકક્ષનો સમાવેશ થાય છે.