દિલ્હીની આપ સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આસામના મુખ્યમંત્રી ડાક્ટર હિમંત બિસ્વા સરમા સામસામે આવી ગયા હતા. નાયબ સીએમ મનીષ સિસોદિયા વિરૂદ્ધ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રીંકી ભૂઈયા સરમાએ માનહાનીનો કેસ દાખલ કર્યો છે. ગુવાહાટીના સિવિલ જજની અદાલતમાં રીંકી ભૂઈયા સરમાએ માનહાની કેસમાં ૧૦૦ કરોડ રૂપિયાના દાવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાના પત્ની રિંકી ભુઇયાંએ મંગળવારે પીપીઈ કિટ મુદ્દે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને આપ નેતા મનીષ સિસોદિયા વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાના માનહાનીનો કેસ દાખલ કર્યો છે. આ સંબંધમાં ૨૨ જૂનના રોજ ગુવાહાટી હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. રિંકી ભુઇયાંના વકીલ પી નાયકે જણાવ્યું કે રિંકી ભુઇયાં સરમાએ એક કેસ નોંધાવ્યો છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પીપીઈ કીટ મામલે આસામના સીએમ હિમંત બિસ્વા સરમા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, હિમંત બિસ્વા સરમાએ તેમની પત્ની અને દિકરાના બિઝનેસ પાર્ટનર્સની કંપનીઓ પાસેથી ૨૦૨૦માં માર્કેટ રેટથી વધુ દરે પીપીઈ કીટ ખરીદી હતી. સિસોદિયાના આ નિવેદન પર હિમંત બિસ્વાએ જણાવ્યું હતું કે, તેઓ આ મામલે કાનૂની કાર્યવાહી કરશે. કેમ કે તેમની પત્નીએ સરકાર પાસેથી એક પણ રૂપિયો લીધા વીના ૧ હજાર ૫૦૦ પીપીઈ કીટ સરકારને દાનમાં આપી હતી.