મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યૂ થતા આજે તેમનું નિધન થયું છે. ડેન્ગ્યૂ થતા તેમનું લિવર ડેમેજ થયા બાદ તેમના શરીરના અનેક અવયવો ફેઇલ થઇ ગયા હતા. ગઈકાલે સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. અહીં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.તેમના નિધનથી ભાજપના નેતાઓ અને ઉઝા મત વિસ્તારના તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આશાબેનના મૃતદેહને ઊંઝા લાવવામાં આવ્યો છે જેથી તેમના પ્રશંસકો અંતિમ દર્શન કરી શકે મળતી માહિતી પ્રમાણે, ઊંઝામા આશાબેન પટેલના મૃતદેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. આશાબેનના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા આવતીકાલે સિદ્ધપુરમાં કરાશે.