પંડિત દિનદયાળ આવાસ યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવવા જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ગ્રામ વિસ્તારના પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગના પરિવારો માટે આ યોજના અંતર્ગત હાલ ઓનલાઇન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જેની અંતિમ તા. ૩૦-જૂન છે. પરંતુ આ ફોર્મ ભરવા માટે લોકોને ગામડામાં જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા થોડા મુશ્કેલ હોય અને સમય માંગી લે તેમ હોય, જેથી ઓછા સમયમાં જરૂરી ડોક્યુમેન્ટ ન મળવાના કારણે ઘણા જરૂરિયાતવાળા લોકો વંચિત રહેશે. જેથી ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવવામાં આવે.