ભારત વિરુદ્ધ ડગલેને પગલે ષડયંત્ર રચતા પાકિસ્તાનનો સાથ આપવાની આ દેશે ભારે કિંમત ચૂકવવાનો વારો આવી શકે છે. ડિફેન્સ એક્સપર્ટનું માનવું છે કે આવનારા દિવસોમાં તુર્કીની આર્થિક સ્થિતિ તો પ્રભાવિત થશે પરંતુ સાથે સાથે પાકિસ્તાન સાથે તેના સંબંધ ઉપર પણ તેની અસર પડશે. આવું એટલા માટે કારણ કે હાલમાં જ આતંકી ફંડિંગ પર નજર રાખતી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોસએ માલી અને જોર્ડનની સાથે સાથે તુર્કીને પણ પોતાની ગ્રે લિસ્ટમાં સામેલ કર્યું છે. જ્યારે પાકિસ્તાન તો પહેલેથી જ આ સૂચિમાં છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે હ્લછ્હ્લ ના આ પગલાથી ભારત વિરુદ્ધ જૂથબંધીમાં પાકિસ્તાનની પડખે રહેનારા તુર્કીની આર્થિક સ્થિતિ પર અસર થશે. એટલું જ નહીં બંને દેશોના સંબંધો ઉપર પણ તેની પ્રતિકૂળ અસર પડશે. પોલીસી રિસર્ચ ગ્રુપમાં પ્રકાશિત એક લેખમાં લંડન સ્થિત વ્યાપાર સલાહકાર જેમ્સ ક્રિક્ટનનું કહેવું છે કે આવામાં જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ એર્દોગન અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં લાગ્યા ત્યાં ફેટાના આ પગલાથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર પડશે.
ક્રિક્ટન લખે છે કે ફેટાના નિર્ણય બાદ હાલાત બદલાયા છે. આવનારા સમયમાં તુર્કી પહેલાની જેમ પાકિસ્તાનને મદદ કરવાનું નથી. જેમ્સ ક્રિક્ટનનું માનવું છે કે સમય સાથે તુર્કી માટે હાલાત વધુ ખરાબ બનશે. અત્રે જણાવવાનું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને તુર્કીનો ભરપૂર સાથ મળતો રહ્યો છે. ફેટાના નિર્ણય બાદ પાકિસ્તાનની સ્થિતિ તો અનિશ્ચિત બની જ છે પરંતુ આવનારા સમયમાં તુર્કી માટે પણ હાલાત ખરાબ બની શકે છે. ગ્રે લિસ્ટમાં રખાયાના કારણે તુર્કી અને પાકિસ્તાન બંનેને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ, વિશ્વ બેંક અને યુરોપીય સંઘ તરફથી આર્થિક મદદ મળવામાં મુશ્કેલી પડશે. એટલું જ નહીં ફેટા તરફથી નિર્ધારિત લક્ષ્યોને પૂરા નહીં કરવાની સ્થિતિમાં તેમના પર બ્લેક લિસ્ટેડ થવાનું જોખમ પણ વધી ગયું છે.