આવતીકાલને સોમવારના રોજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા સંચાલિત સેવા સંઘ દ્વારા એક વડીલ વંદના સિનિયર સિટીઝન માટેના કાર્યક્રમનું સાંજના ૪ઃ૦૦ કલાક થી રાત્રિના ૮ઃ૦૦ કલાક સુધી શ્યામવાડી, લીલીયા રોડ ખાતે આયોજન કરેલું છે. આ કાર્યક્રમમાં સમાજના દરેક વડીલો, માતાઓને ખાસ ઉપસ્થિત રહી આ મનોરંજન કાર્યક્રમનો લાભ લેવા સેવા સંઘ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આ સાથે સમાજ દ્વારા ચાલતા તમામ મંડળો શ્રી કેળવણી મંડળ, શ્રી શ્યામ યુવક મંડળ, શ્રી સેવા સંઘ, શ્રી કર્મચારી મંડળ, શ્રી મહિલા મંડળ, શ્રી વિશ્વકર્મા મંડળ આ તમામ મંડળોના હોદ્દેદાર ભાઈઓને ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































