રાજુલા તાલુકા નિવૃત્ત કર્મચારી પેન્શનર મંડળની આવતીકાલે બુધવારે ગાયત્રી શક્તિપીઠના હોલમાં સવારના ૯ઃ૩૦ વાગ્યે મહત્વની બેઠક મળશે. નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ મેરૂભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં નિવૃત્ત કર્મચારીઓના પડતર પ્રશ્નો હોય તે લાવવા તેમજ વધુમાં વધુ પેન્શનરો હાજર રહે તે માટે પ્રયત્નો કરવા. આ બેઠકમાં અમરેલી જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ રાજુભાઈ મહેતા ખાસ હાજર રહેશે તેમ જ દરેક તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ અને મંત્રીઓ પણ હાજર રહેશે તો આ બેઠકમાં દરેક પેન્શનરોને હાજર રહેવા મેરૂભાઈ મકવાણાએ અંતમાં જણાવ્યું છે.