આવતીકાલે શુક્રવારના રોજ અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તે યોજાનાર વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત યોજાનાર છે. જેમાં લાઠી રોડ બાયપાસ ચોકડી પાસે સવારે ૮ઃ૩૦ કલાકે, અમરેલી શહેરના મુખ્ય માર્ગ લાઠી રોડ પર હમીરજી ગોહિલ સર્કલ (બાયપાસ ચોકડી)થી સરદાર સર્કલ (સેન્ટર પોઇન્ટ) સુધીના રસ્તાને પહોળો કરવા અને સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટની અંદાજિત રકમ ૧૦૫૬ લાખ રૂપિયા છે.કૈલાશ મુક્તિધામ, કેરીયા રોડ બાયપાસ પાસે, સવારે ૯ઃ૦૦ કલાકે રોકડિયા સરોવરને ફરીથી બનાવી
અમૃત સરોવર સાથે મીની રિવરફ્રન્ટ વિકસાવવાના કાર્યનું ખાતમુહૂર્ત થશે. આ ઉપરાંત, મુક્તિધામ ખાતે ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી અને શેડનું નિર્માણ, તેમજ કેરીયા રોડ પર ભોજલપરા પ્રાથમિક શાળા પાસેના એપ્રોચ રોડને વિકસાવવાનું કાર્ય પણ હાથ ધરાશે. અમરેલી શહેરના અન્ય વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન, સીસી રોડ, પંપહાઉસ રિનોવેશન, અંડરગ્રાઉન્ડ સમ્પ અને યુરિનલ બ્લોક સહિત કુલ ૧૧૯૩.૦૦ લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ વિકાસકાર્યમાં શહેરીજનોને ઉપÂસ્થત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.








































