અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે માલધારી સમાજના લાંબારિયા પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા.૧૭ના રોજ બપોરે ૩ કલાકે ભવ્ય પોથી યાત્રા નીકળશે. આ કથાનું રસપાન તા.૨૩/૦૫ સુધી ચાલશે. જાફરાબાદના વક્તા મયુરભાઈ પંડયા વ્યાસપીઠ પરથી સાત દિવસ સુધી ભાવિકોને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ, વારાહ પ્રાગટ્ય, નૃસિંહ પ્રાગટ્ય અને રૂક્ષ્મણી વિવાહ જેવા પાવન પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દરરોજ બપોરે મોટા ગોખરવાળા ગામમાં પધારેલા તમામ ભાવિકો અને મહેમાનો માટે ધુવાડાબંધ ભોજન પ્રસાદ, ચા અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, દરરોજ રાત્રે સંતવાણી, લોકડાયરો, ભજન, કીર્તન અને ધૂન જેવા ભક્તિમય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગાંડુભાઈ લાંબારિયા, લાંબારિયા પરિવાર તેમજ સરપંચ કુંદનબેન કથીરીયા, ઉપસરપંચ દીપકભાઈ કથીરીયા, ઘનશ્યામભાઈ કથીરીયા, નવલસિંહ ઝાલા અને પ્રવિણસિંહ ઝાલા સહિત સમગ્ર ગ્રામજનો દ્વારા અમરેલી તાલુકાના તમામ ધર્મપ્રેમી લોકોને આ કથા શ્રવણ કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.