થોડા દિવસો પછી, આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થશે. જા તમે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આરબીઆઈ દ્વારા જારી કરાયેલ રજાઓની લિસ્ટ જરૂરથી ચેક કરી લેજા. આ મહિને ૧૬ દિવસ બેંકો બંધ રહેશે.
આવતા મહિને, કુલ ૧૬ દિવસની બેંકમાં રજાઓ હશે, જેમાં ૪ રજાઓ રવિવારની છે. આમાંની ઘણી રજાઓ સતત છે. આ મહિનામાં ક્રિસમસનો તહેવાર આવે છે, જેની રજા દેશની લગભગ તમામ બેંકોમાં હોય છે. જા કે, દરેક જગ્યાએ બેંકો ૧૬ દિવસ સુધી બંધ રહેવાની નથી. કેટલીક રજાઓ સ્થાનિક હોવાને કારણે, બેંકો ચોક્કસ સ્થળોએ બંધ રહેશે.
આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. અહીં ડિસેમ્બર મહિના માટે આરબીઆઇની લિસ્ટની સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે અને ક્યાં ખુલ્લી રહેશે. આના આધારે, તમારે તમારી બેંક સાથે સંબંધિત કામ તરત જ પતાવવું લેવુ જાઈએ જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
ડિસેમ્બર ૨૦૨૧ માં બેંક રજાઓ ૩ ડિસેમ્બર – ફેસ્ટિવ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (પણજીમાં બેંકો બંધ),૫ ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા),૧૧ ડિસેમ્બર – શનિવાર (મહિનાનો બીજા શનિવાર),૧૨ ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા),૧૮ ડિસેમ્બર – યુ સો સો થામની ડેથ એનિવર્સરી (શિલોંગમાં બેંકો બંધ),બેંક ૧૯ ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા),૨૪ ડિસેમ્બર – ક્રિસમસ ફેસ્ટિવલ (આઈઝોલમાં બેંકો બંધ),૨૫ ડિસેમ્બર – ક્રિસમસ સેલિબ્રેશન (બેંગલુરુ અને ભુવનેશ્વર સિવાય તમામ સ્થળોએ બેંકો બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર),૨૬ ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા),૨૭ ડિસેમ્બર – ક્રિસમસ સેલિબ્રેશન (આઈઝોલમાં બેંકો બંધ),૩૦ ડિસેમ્બર – યુ કિઆંગ નોંગબાહ (શિલોંગમાં બેંકો બંધ),૩૧મી ડિસેમ્બર – ન્યુ યર ઇવનિંગ (આઈઝોલમાં બેંકો બંધ),