ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એ જ રીતે ટેક્સમાં છૂટ આગળ પણ મળવાનું ચાલુ રહેશે. જણાવી દઇએ કે, દેશમાં આવકવેરા સંબંધિત વિવાદો પર નિર્ણય કરતી આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ (આઇટીએટી) એ કહ્યું છે કે, બીસીસીઆઇને આપવામાં આવતી કર મુક્તિ ચાલુ રહેશે.હસન અલી અનુસાર, બીસીસીઆઇની મુક્તિ માત્ર એટલા માટે નાબૂદ કરી શકાતી નથી કારણ કે, તે આઇપીએલમાંથી મોટી કમાણી કરે છે.
દેશની સૌથી ધનિક સ્પોર્ટ્‌સ સંસ્થા બીસીસીઆઇને ટેક્સ વિભાગ સામે મોટી જીત મળી છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે બીસીસીઆઇની દલીલને સમર્થન આપ્યું છે કે ભલે તે આઇપીએલ દ્વારા કમાણી કરે છે, પરંતુ તેનો હેતુ ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે, તેથી આ ટૂર્નામેન્ટની આવક કર મુક્તિ હેઠળ આવે છે આઇટીએટીએ ૨ નવેમ્બરનાં રોજ તેનો નિર્ણય આપ્યો હતો. મહેસૂલ વિભાગે ૨૦૧૬-૧૭માં બીસીસીઆઇને ૩ કારણ બતાવો નોટિસ જોરી કરી હતી. જેમાં ક્રિકેટ બોડીને પૂછવામાં આવ્યું હતું કે આઇપીએલથી થતી કમાણી પર ઈન્કમ ટેક્સ એક્ટની કલમ ૧૨છ હેઠળની છૂટ કેમ દૂર ન કરવી જોઈએ. તેની સામે બીસીસીઆઇએ આઇટીએટીનો સંપર્ક કર્યો હતો. આ સાંભળીને આઇટીએટીએ મહેસૂલ વિભાગની દલીલને ફગાવી દીધી.
આવકવેરા વિભાગે કહ્યું કે,આઇપીએલ મનોરંજન મૂલ્ય ધરાવે છે. જેને લગતી પ્રવૃત્તિઓ વેપાર, વાણિજ્ય અને વ્યવસાયનાં દાયરામાં આવે છે. બીજી તરફ, બીસીસીઆઇએ કહ્યું કે તેની પ્રવૃત્તિઓ ચેરિટેબલ છે. તેનો વાસ્તવિક હેતુ ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે અને આઇપીએલ પણ આ વિચારને આગળ ધપાવે છે. આમાંથી આવતા ફંડને ક્રિકેટનાં પ્રમોશન પાછળ ખર્ચવામાં આવે છે.આઇટીએટી બેન્ચે અવલોકન કર્યું કે જો રમત-ગમતની ટૂર્નામેન્ટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જેથી રમતને વધુ લોકપ્રિય બનાવી શકાય અને પરિણામે વધુ સ્પોન્સરશિપ અને સંસાધનો એકત્ર થાય, તો ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે આ તેની પ્રવૃત્તિનો મુખ્ય ભાગ હશે.બીસીસીઆઇ નું કહેવું છે કે, આવકવેરા વિભાગે આઇપીએલ સંબંધિત પ્રવૃત્તિઓથી થતી આવકનું અર્થઘટન કરવામાં ભૂલ કરી છે. વિભાગે બીસીસીઆઇની પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે ધ્યાનમાં લીધી ન હોતી અને તારણ કાઢ્યું હતું કે આ પ્રવૃત્તિઓ રમતનાં પ્રોત્સાહનનાં દાયરામાં આવતી નથી.
આપને જણાવી દઈએ કે, ૨૦૧૬-૧૭માં ટેક્સ વિભાગે બીસીસીઆઇને નોટિસ આપી હતી. જેમાં પૂછવામાં આવ્યું હતું કે,આઇપીએલની કમાણી પર ટેક્સ કેમ ન લગાવવો જોઈએ. કમાણી નાની નથી. તે અબજોમાં થાય છે. બીસીસીઆઇએ આ અંગે ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો. જેનો નિર્ણય બોર્ડ સાથે આવ્યો છે. હવે આ નિર્ણયની અસર અન્ય ટ્રસ્ટો પર પણ પડશે. હવે તેમના માટે પણ સરળ રહેશે કે તેઓ તેમની ટેક્સ જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકે.