કોડીનાર તાલુકાના આલીદર ગામની ઉચ્ચતર માધ્યમિક શાળાએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં શાનદાર દેખાવ કર્યો છે. શાળાનું એકંદર પરિણામ ૯૪.૧૮ ટકા આવ્યું છે, જે સમગ્ર પંથકમાં નોંધપાત્ર છે. આલીદર ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં મકવાણા શ્રદ્ધાબેન હરિભાઈએ ૯૭.૨૮ પર્સન્ટાઈલ રેન્ક સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.