હરમડીયા ખાતે રહેતા શબ્બીરભાઈ ઉમરભાઈ ચૌહાણ અને તેમની પત્ની આલિદર ગામે ઘર વખરીનો સામાન તેમજ શાકભાજી લેવા જતા તેમનું પૈસા ભરેલું પાકીટ ભૂલી ગયા હતા અને ઘરે પાછા હરમડીયા નીકળી જતા ઘરે પહોંચતા યાદ આવ્યું કે પાકીટ ભૂલી ગયા છે ત્યાર બાદ પાછા આલીદર જતા પૂછપરછ કરતા નારણભાઈ કુંભારને પાકીટ મળ્યું છે એવું જાણવા મળતા તેમની ઘરે પહોંચતા નારણભાઈ કુંભારે પૈસા ભરેલું પાકીટ મૂળ માલિક સબીરભાઈ ચૌહાણને પરત કર્યું હતું જેમાં કુલ ૧૦,૩૬૦ રૂપિયા હતા. આવા હળાહળ કળિયુગમાં લોકો એકબીજાના પૈસા હડપવામાં અવ્વલ નંબરમાં આવતા હોય ત્યારે આલીદરના નારણભાઈ કુંભારે તેમના સંસ્કાર અને ઈમાનદારી તેમજ પ્રામાણિકતાથી મૂળ માલિકને પાકીટ આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.