બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને નીતુ કપૂર સાથે મળીને ગણપતિ વિસર્જન કરતા જાવા મળ્યા હતા.જા કે આ સમયે આલીઆની ગેરહાજરીની નોંધ લેવાઈ હતી. તેઓ બાપ્પા સાથે વિસર્જન સ્થળે પહોંચ્યા હતા. બંનેએ પહેલા પૂજા કરી ,આરતી કરી અને પછી વિસર્જન કર્યું. જાકે આલિયા ભટ્ટ અને રાહા ત્યાં હાજર નહોતા. દિવંગત અભિનેતા ઋષિ કપૂરના સમયથી ચાલી આવતી આ પરંપરાને રણબીર કપૂર અનુસરે છે.
તેઓ માતા નીતુ કપૂર સાથે બાપ્પાને હાથમાં પકડેલા જાવા મળ્યા હતા.જા કે ગત વખતની જેમ આલિયા ભટ્ટ અહીં જાવા મળી ન હતી. તેનો એક વીડિયો ચોક્કસપણે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પુત્રી રાહા અને માતા સોની રાઝદાન સાથે કારમાં જાવા મળી રહી છે.
જ્યારે રણબીર કપૂર ભગવાન ગણેશની મૂર્તિ હાથમાં પકડીને જાવા મળ્યો હતો, તો નીતુ કપૂર કર્મચારીઓને સૂચના આપતી જાવા મળી હતી. આ દરમિયાન ગણપતિ બાપ્પા મૌર્યા અને મંગલ મૂર્તિ મૌર્યાના મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. નીતુ કપૂરે પણ હાથમાં કલશ પકડ્યો હતો. અને બંનેએ પહેલા પાપારાઝી માટે પોઝ આપ્યો અને પછી બાપ્પાની આરતી કરી. પંડિતજીના મંત્રોચ્ચાર સાથે બાપ્પાને ફરીથી વિસર્જન કરવામાં આવ્યું અને આ જાઈ સૌએ તેમની પ્રશંસા કરી. જ્યારે કેટલાકે આલિયા વિશે સવાલ પૂછ્યા કે તે તેમની સાથે કેમ નથી.આલિયા ભટ્ટ અને રાહાનો વીડિયો વાયરલ થયો છે
આ દિવસોમાં આલિયા ભટ્ટ તેની ફિલ્મ ‘જીગ્રા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૧ ઓક્ટોબરે રિલીઝ થશે. તેમની પુત્રી રાહા સાથેનો તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં તે કારની અંદર તેના ખોળામાં બેઠેલી જાવા મળે છે. રાજકુમારીએ ગુલાબી ડ્રેસ પહેર્યો હતો અને કારની બારી પર તેની નાની આંગળીઓ મૂકી હતી. તે જ સમયે આલિયા પણ ગ્રીન સલવાર કમીઝમાં જાવા મળી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે રણબીર અને નીતુ સાથે હતી પરંતુ વિસર્જન સમયે ત્યાં નહોતી.
રણબીર કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘રામાયણ પાર્ટ ૧’માં ડબલ રોલ કરતો જાવા મળશે. તે સ્ક્રીન પર પરશુરામ અને ભગવાન રામની ભૂમિકામાં જાવા મળશે. આ સિવાય તેની પાસે ‘લવ એન્ડ વોર’, ‘એનિમલ પાર્ક’ અને ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ ૨’ પણ છે, જેને તે શૂટ કરશે.