સિનેમા સિટી મુંબઈમાં ફરી એકવાર કોરોના વાયરસનો પવન વધી રહ્યો છે. એક પછી એક કલાકારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હાલમાં જ કરણ જોહરે ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં ગયા બાદ ઘણા કલાકારો કોરોના સંક્રમિત થયા હતા. આ પાર્ટીમાં આલિયા ભટ્ટ પણ સામેલ થઈ હતી.
આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ નેગેટિવઆલિયા ભટ્ટને ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવાની સૂચના આપવામાં આવી હતી.
આમ છતાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી. આ પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બીસીએમ આલિયા ભટ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે અને એફઆઇઆર નોંધશે. હવે બીએમસી તરફથી સમાચાર આવ્યા છે કે, અભિનેત્રી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.અભિનેત્રીએ દિલ્હી જતા પહેલા આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે, અભિનેત્રીએ દિલ્હી જતી વખતે ક્વોરેન્ટાઈન નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી.
આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રનું પહેલું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા પહેલીવાર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થઈ રહી છે.