ફિલ્મ કભી ખુશી કભી ગમની રીલિઝના ૨૦ વર્ષ પૂરા થયા છે ત્યારે ફેન્સ અને એક્ટર્સ તે ફિલ્મની યાદોને વાગોળી રહ્યા છે. મલ્ટીસ્ટારર આ ફિલ્મમાં કરીના કપૂરના ગ્લેમરસ અંદાજે દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મમાં કરીનાએ પૂ એટલે કે પૂજોનું પાત્ર ભજવ્યુ હતું, જે કાજોલની નાની બહેન હતી. કરીના કપૂરનો એક સીન આજે પણ લોકો ખૂબ પસંદ કરે છે, જેમાં તે કોલેજમાં ગ્લેમરસ અંદાજમાં ફરતી હોય છે. આ સીનમાં કરીના પાર્ટીમાં જવા માટે સાથીની પસંદગી કરતી હોય છે અને એક પછી એક બધા જ છોકરાઓને રિજેક્ટ કરે છે. હવે આલિયા ભટ્ટે આ સીન રિક્રિએટ કર્યો છે. આલિયા ભટ્ટે પોતાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં આલિયા પણ કરીનાની જેમ નખરા કરી રહી છે. આલિયા ભટ્ટે કરિનાનો કોલેજ વાળો સીન રિક્રિએટ કર્યો છે. તે પૂ બની છે અને તેની સામે છોકરાઓની લાઈન લગાવવામાં આવી છે. રસપ્રદ બાબત એ છે કે આ લાઈનમાં સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન પણ જોવા મળ્યો. આલિયાએ તેને પણ રિજેક્ટ કર્યો અને આખરે રણવીર સિંહને પસંદ કર્યો. આલિયાએ આ વીડિયો શેર કરીને લખ્યું કે, મારો ફેવરિટ સીન અને મારા ફેવરિટ લોકો. કભી ખુશી કભી ગમના ૨૦ વર્ષ પૂરા થવા પર આખી ટીમને શુભકામનાઓ. તેણે કરીના કપૂરને પણ ટેગ કરી છે. કરીનાએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે આ વીડિયોની સાથે લખ્યું કે, પૂથી સારું કોઈ નથી. વર્તમાન સમયની શાનદાર એક્ટર અને મારી ડા‹લગ આલિયા. કરીનાએ પણ વીડિયોમાં આલિયા, રણવીર, ઈબ્રાહિમ અને કરણ જોહરને ટેગ કર્યા છે.