બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ તેની અપકમિંગ ફિલ્મ ઇઇઇના પ્રમોશનમાં વ્યસ્ત છે. વ્યસ્ત શેડ્યુલમાં પણ આલિયા ભટ્ટ તેની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા માટે સમય નીકાળી રહી છે. આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડના લગ્નના ફોટોગ્રાફ્સ અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ આલિયા ભટ્ટનો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેમાં તે બેસ્ટ ફ્રેન્ડની હલદી સેરેમનીમાં એન્જાય કરતી જાવા મળી રહી છે. આ ફોટોગ્રાફમાં આલિયા ભટ્ટ તેની ફ્રેન્ડને હળદર ચોળતી જાવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ જેના લગ્ન છે તે યુવતી પણ આલિયા ભટ્ટને હળદર ચોળતી જાવા મળી રહી છે. આ ફોટોગ્રાફ્સમાં આલિયા ભટ્ટ પીળા રંગના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આગામી વર્ષે ૨૦૨૨માં લગ્ન કરી શકે છે. તેઓ આ વર્ષે ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્ન નહીં કરે. કારણકે, એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના આગામી ફિલ્મ પ્રોજેક્ટ્‌સમાં વ્યસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં એકબાજુ એક્ટર રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ના શૂટિંગમાં વ્યસ્ત રહેશે ત્યાં બીજી બાજુ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું પ્રમોશન જાન્યુઆરીમાં શરૂ કરશે. અમારા સહયોગી ‘ઈટાઈમ્સ’ને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ વર્ષે લગ્ન નહીં કરે. તેઓ આગામી વર્ષે ૨૦૨૨માં લગ્ન કરશે તેના પર લોકોની નજર ટકી રહેલી છે. તેઓ સુપર ડેસ્ટીનેશન વેડિંગ કરે તેવી ખાતરી વ્યક્ત કરાઈ રહી છે. થોડા સમય પહેલા જ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર રોમેન્ટિક ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું હતું. કરણ જાહર ડિરેક્ટેડ આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં જાવા મળશે. રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ આવતા વર્ષે ૨૦૨૨માં રિલીઝ થઈ શકે છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટે કુતુબ મિનાર નજીક એક ગીતનું શૂટિંગ કર્યું હતું. ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ના દિલ્હીના શૂટિંગ શેડ્યુલમાં શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ જાવા મળ્યા હતા. જયા બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં જાવા મળશે.