વાઈસ એડમિરલ આર હરી કુમાર ને સરકાર દ્વારા ભારતીય નેવીના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવી છે છે. તેઓ અત્યારે પશ્ચિમી નેવી કમાનના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ છે, તેઓ ૩૦ નવેમ્બરથી ઇન્ડિયન નેવી ચીફ તરીકે પોતાનો નવો કાર્યભાર સંભાળશે. તેની જોણકારી રક્ષા મંત્રાલયે કરી છે.
રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળના વર્તમાન વડા એડમિરલ કરમબીર સિંહ ૩૦ નવેમ્બરે સેવામાંથી નિવૃત્ત થશે. આર હરિ કુમાર તે જ દિવસે બપોરથી પદભાર સંભાળશે.
૧૨ એપ્રિલ ૧૯૬૨ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ આર. હરી કુમારને જોન્યુઆરી ૧૯૮૩માં ભારતીય નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં કમિશન આપવામાં આવ્યું હતું. હરી કુમારે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂંકોમાં પોતાની સેવાઓ આપી છે. વાઇસ એડમિરલ આર. હરી કુમારના ‘સી કમાર્ન્ડ માં આઈએનએસ નિશંક, મિસાઈલ કોર્વેટ, આઈએનએસ કોરા અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ રણવીરનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિરાટનું પણ કમાન્ડ કર્યું છે