રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના અમલ અંગે કડક પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો છે. આ પગલાંના કારણે અજયભાઈ એચ. પટેલ, શંકરભાઈ એલ. ચૌધરી, દિલીપભાઈ એન. સંઘાણી, જેઠાભાઈ જી. આહીર, જયેશ વી. રાડાદીયા, અરુણસિંહ એ. રાણા, બિપિનભાઈ એન. પટેલ, અને ડોલરભાઈ વી. કોટેચા જેવા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓને તેમની જીલ્લા સહકારી બેંકોના પદેથી દૂર થવું પડી શકે છે.
આ નોટિસ સંદીપ માંગરોળા દ્વારા ૦૬.૦૯.૨૦૨૪ના રોજ કરાયેલી આર.બી.આઈ. ને કરેલ રજૂઆતના અનુસંધાનમાં છે, જેમાં સહકારી બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ અને પારદર્શકતા સંબંધિત મુદ્દાઓને ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત બેન્કીંગ રેગ્યુલેશન એક્ટની જાગવાઈઓનો ભંગ કરી નિયામક મંડળમાં આઠ વર્ષથી વધુ સમય માટે પોતાના હોદ્દા ઉપર રહી શકે નહીં તેમ છતાં સરકારના આશિર્વાદથી અને રિઝર્વ બેંકે પહેરેલા કાળા ચશ્માના કારણે ૨૫ વર્ષ કરતા વધુ સમયથી હોદ્દા ઉપર બિરાજમાન ભાજપના મહારથીઓને ઘેરભેગા થવાનું નોબત ઉભી થઈ છે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે આ બાબતે યોગ્ય સમયે વધુ પગલાં લેવામાં આવશે.
આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી સંદિપ માંગરોલા દ્વારા તા. ૨ ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આર.બી.આઈ. મુંબઈના હેર્ડક્વાટર ખાતે ધરણાની ચિમકી ઉચ્ચારતા આર.બી.આઈ. હરકતમાં આવી હતી. આ કડક અમલને કારણે આ દિગ્ગજાની રાજકીય અને બેંકિંગ કારકિર્દી પર મોટો અસર પડવાની શક્યતા છે. આવનારા મહિનાઓમાં આ કારકિર્દીઓને હલચલ કરવા માટે આ અમલના રાજકીય પ્રભાવ પણ મહ¥વના બની શકે છે.