બોલિવૂડના કિંગ ખાન શાહરૂખના પુત્ર આર્યન ખાનને મુંબઈના પ્રખ્યાત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી ક્લીનચીટ મળી ગઈ છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ શુક્રવારે એનડીપીએસ કોર્ટમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી.
એનસીબી આજે મુંબઈ કોર્ટમાં આર્યન ખાન ડ્રગ કનેક્શન કેસમાં મહત્વની ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે. દિલ્હીથી એનસીબીના અધિકારીઓ ચાર્જશીટ લઈને મુંબઈ પહોંચી ગયા છે. એનસીબી દિલ્હી ટીમના અધિકારીઓ મુંબઈ કોર્ટમાં હાજર છે. ડીડીજી સંજય સિંહના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે. ૨ ઓક્ટોબરે એનસીબી દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી ૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.
૨ ઓક્ટોબરે એનસીબી દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી ૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.