મુંબઈ ડ્‌ર્ગ્સ કેસમાં મુંબઈ હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને રાહત આપી છે. આર્યન ખાન ૨૮
ઓક્ટોબરે જામીન પર છોડાયા હતા. આ પછી આર્યન ખાનને જામીનની શરતોના આધારે દર શુક્રવારે એનસીબી કાર્યાલયમાં રિપોર્ટ કરવાનો હતો. હવે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં તેને હાજર થવામાંથી છૂટ આપવામા આવી છે. આ સંબંધમાં આર્યન ખાને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે અરજી પર આ મોટો આદેશ આપ્યો છે.
આર્યન ખાનને દર શુક્રવારે એનસીબી કાર્યાલયમાં હાજર રહેવાના નિયમમાંથી રજા મળી છે. કોર્ટે નક્કી કર્યું છે કે જ્યારે પણ કેસની તપાસ કરી રહેલી ટીમ આર્યનને આદેશ આપશે તો પૂછતાછ માટે તેણે આવવાનું રહેશે. સાથે જ જા તે મુંબઈથી બહાર જવા ઈચ્છે છે તો અધિકારીઓને તેની સૂચના આપવાની રહેશે.
આ પહેલા આર્યન ખાને પોતાની અરજીમાં ફરિયાદ કરી હતી કે એનસીબી કાર્યાલયમાં જવા માટે મીડિયાકર્મીઓ અને લોકોની ભારે ભીડ રહે છે. એવામાં પોલિસને આર્યન ખાનને ઓફિસની અંદર અને બહાર ભારે જાર સાથે લઈ જવો પડ્યો હતો. આર્યને અરજીમાં કહ્યું હતું કે તે આ સમસ્યાથી મુશ્કેલી અનુભવે છે. હાઈકોર્ટે આજે આ કેસમાં સુનાવણી બાદ ખાસ આદેશ આપ્યો છે.
આર્યન ખાન સહિત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમેચાને પણ બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આર્યન ખાનને જ્યારે દિવાળી પહેલા જામીન મળ્યા ત્યારે ખાન પરિવારમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. આર્યન ખાનને ત્રીજી વારની કોશિશમાં રાહત મળી હતી. આ પહેલા સેશન્સ કોર્ટે આર્યનના જામીનને નામંજૂર કર્યા હતા.