બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાહરુખ ખાને ફિલ્મી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. હવે શાહરુખનો લાડલો આર્યન ખાન એના પપ્પાની જેમ ઇન્ડસ્ટ્રીમાં એÂક્ટવ થઇ ગયો છે. આર્યન ખાન એક્ટિગમાં જ નહીં, પરંતુ ડાયરેક્શનમાં પણ હાથ જમાવવામાં જઇ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો આ દિવસોમાં આર્યન ખાનની લવ લાઇફ હાલમાં ચર્ચામાં છે? આર્યન ખાનનું નામ છેલ્લાં ઘણાં સમયથી એક્ટ્રેસ અને મોડલ લેરિસા બોન્સી સાથે જાડાયેલું છે. લેટેસ્ટમાં આર્યન ખાન અને લેરિસા બોન્સી એક ઇવેન્ટમાં સ્પોટ થયા હતા જ્યારથી બન્નેના અફેરની અટકળોએ જાર પકડ્યું છે. આર્યન ખાનને લઇને કહેવામાં આવે છે કે તેઓ બ્રાઝિલિયન મોડલ અને એક્ટ્રેસ લેરિસા બોન્સીને ડેટ કરી રહ્યો છે. આર્યન ખાન અને લેરિસા બોન્સી હાલમાં એક ઇવેન્ટમાં સ્પોટ થયા હતા.
આર્યન ખાન અને લેરિસા બોન્સી અનેકવાર ઇવેન્ટમાં સાથે સ્પોટ થયા છે. જા કે આર્યન ખાન અને લોરિસા બોન્સીએ આ વાતને લઇને કોઇ ઓફિશિયલી જાણકારી આપી નથી. આમ, ગુજરાતી ન્યૂઝ૧૮ આ વાતને લઇને કોઇ પુષ્ટિ કરતું નથી. લેરિસા બોન્સીનું આર્યન ખાનની સાથે નામ જાડાવ્યા પછી અનેક લોકોનાં મનમાં એ સવાલ થાય છે કે આખરે આ કોણ છે?
લેરિસા બોન્સી એક મોડલ, અભિનેત્રી અને ડાન્સર છે. અક્ષય કુમાર અને જાન અબ્રાહમની સાથે લારિસા કામ કરી ચુકી છે. ફિલ્મ દેસી બોયઝનું ગીત સુબહ હોને ના દેથી લારિસાએ બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી છે. ત્યારબાદ મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યુ છે. લારિસા સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. ગો ગોવા ગોનમાં સૈફ અલી ખાન સાથે કામ કરતી જાવા મળી હતી.
લેરિસા બોન્સી ઇન્સ્ટાગ્રામમાં એÂક્ટવ રહે છે અને સામાન્ય રીતે એની તસવીરો શેર કરતી હોય છે. લેરિસા બોન્સી અવારનવાર એનાં હોટ અંદાજમાં જાવા મળતી હોય છે.આર્યન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો વેબ સિરીઝ સ્ટારડમથી ડાયરેક્શનમાં ડેબ્યુ કરી રહી છે. આર્યન ખાનની આ વેબ સિરીઝમાં અનેક મોટાં કલાકારો પણ સાથે નજરે પડશે. ફેન્સે એ પણ શોધી કાઢ્યુ છે કે સુહાના ખાન લારિસાની અનેક તસવીરોને લાઇક પણ કરતી હોય છે.