દેશની વર્તમાન પરિસ્થિતિ અને અહીંના લોકોની વેદનાને ધ્યાનમાં રાખીને ઓલ સિલોન હજ ટૂર ઓપરેટર્સ એસોસિએશન અને શ્રીલંકાના હજ ટૂર ઓપરેટર્સ એસોસિએશનના સભ્યોએ આ વર્ષે હજ પર ન જવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકાના મુસ્લિમો આ વર્ષે હજ પર જઈ શકશે નહીં. તેનું કારણ એ છે કે દેશ આર્થિક સંકટમાં ફસાયેલો છે. શ્રીલંકા આઝાદી પછીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
શ્રીલંકાના હજ આયોજકોએ મુસ્લિમ સમુદાય સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણયની જાણકારી આપી હતી. ગયા મહિને, સાઉદી અરેબિયાએ શ્રીલંકાના ૧,૫૮૫ હજ યાત્રીઓના ક્વોટાને મંજૂરી આપી હતી. દેશની વર્તમાન પરિસ્થિતિ અને અહીંના લોકોની વેદનાને ધ્યાનમાં રાખીને ઓલ સિલોન હજ ટૂર ઓપરેટર્સ એસોસિએશન અને શ્રીલંકાના હજ ટૂર ઓપરેટર્સ એસોસિએશનના સભ્યોએ આ વર્ષે હજ પર ન જવાનો નિર્ણય લીધો છે.
બંને સંગઠનોએ દેશના મુસ્લિમ ધાર્મિક બાબતોના વિભાગને પત્ર મોકલ્યો હતો. પત્રમાં સરકારને આ વર્ષે હજ છોડવાના નિર્ણય વિશે જણાવવામાં આવ્યું હતું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશ સામે ચાલી રહેલા ગંભીર આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા પહેલાથી જ લોનની ચુકવણી ન કરવાને કારણે ડિફોલ્ટ થઈ ચૂક્યું છે.
એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે આ વર્ષે હજ પર ૧૦ મિલિયન ડોલરનો ખર્ચ થવાનો હતો, જે ઘણી મોટી રકમ છે. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાય દેશના હિત માટે હજ યાત્રા છોડી રહ્યો છે. શ્રીલંકા ૧૯૪૮માં બ્રિટનથી આઝાદ થયા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ડોલરની તીવ્ર અછત છે, જેના કારણે લગભગ તમામ આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે.
દેશ સતત નીચે તરફ જઈ રહ્યો છે. વિદેશી મુદ્રા ભંડારની ગેરહાજરીમાં, ઇંધણ, રાંધણ ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોની લાંબી કતારો જાવા મળે છે. બીજી તરફ ભારે વીજકાપના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને છે.
દેશમાં આ આર્થિક સંકટને કારણે રાજકીય સંકટ વધુ ઘેરાયેલું છે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરવામાં આવી છે. વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે ૯ મેના રોજ રાજીનામું આપી ચૂક્યા છે. દેશમાં મોંઘવારી દર ૪૦ ટકાની આસપાસ છે. ખોરાક, ઈંધણ, દવાઓની અછતને કારણે દેશભરમાં દેખાવો
થઈ રહ્યા છે અને શ્રીલંકાના રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.